Proud of Gujarat
GujaratFeaturedINDIA

હૂં ગુંડો છું અને આજે પણ ગુંડો છું…અંકલેશ્વરના રૉકીએ કોંગ્રેસના ઉમેદવારને બિભસ્ત ગાળો ભાંડવા સાથે જાનથી મારવાની ધમકી આપતા ખળભળાટ.

Share

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી, જે બાદ હવે તમામ રાજકીય પક્ષો પરિણામના દિવસની ચાતક નજરે રાહ જોઇ બેઠા છે, તેવામાં અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તારનું રાજકીય માહોલ તેની ચરમસીમાએ પહોંચ્યું હોય તેમ લાગી રહ્યું છે. અંકલેશ્વર બેઠક પર બે સગા ભાઇ ભાજપના ઉમેદવાર તરીકે ઈશ્વરસિંહ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે વિજયસિંહ પટેલ ચૂંટણીના જંગમાં સામ-સામે આવતા આ બેઠકનું રાજકીય ગણિત રસપ્રદ બન્યું છે, તેવામાં હવે પરિણામ જાહેર થાય પહેલા જ આ બેઠક પર વધુ એક વિવાદ સર્જાયો છે.

અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા મત વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર વિજયસિંહ પટેલ ઉર્ફે વલ્લભ દાસ ઉપર ફોન કોલ કરી અંકલેશ્વર નગર સેવા સદનના કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ ઉર્ફે રૉકીએ બિભસ્ત ગાળો ભાંડી જાનથી મારી નાંખવાની ધમકી આપતો ઓડિયો સોશિયલ મિડિયા ઉપર વાયરલ થતા રાજકીય ક્ષેત્ર ભુકંપ સર્જાયો હતો, જે બાદ વિજયસિંહ પટેલને ધમકીઓ ભર્યા કોલ કરનાર સંદીપ ઉર્ફે રોકીની સામે ગુનો દાખલ કરવાની માંગ સાથે વિજયસિંહ પટેલના સમર્થકો મોટી સંખ્યામાં ગત રાત્રીના સમયે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ઉમટી પડતા આખરે પોલીસે વિજયસિંહ પટેલની ફરિયાદ લઇ પાલિકા કારોબારી અધ્યક્ષ સંદીપ ઉર્ફે રોકી સામે ગુનો દાખલ કરતા રાજકીય માહોલ ગરમાયો છે.

Advertisement

અંકલેશ્વર વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર વિજયસિંહ પટેલે તેઓની ફરિયાદમાં નોંધાવ્યું છે કે તેઓ અંકલેશ્વર ખાતે તેઓના પક્ષના ચૂંટણી એજન્ટના ત્યાં તારીખ ૫ મી ની સાંજે મિટિંગમાં હતા દરમિયાન રાત્રીના સમયે તેઓના ફોન ઉપર અંકલેશ્વર નગર પાલિકાના કારોબારી ચરમેન સંદીપ ઉર્ફે રોકી ભગુભાઈ પટેલ નાઓનો ફોન આવ્યો હતો અને જણાવવા લાગેલ કે તું તરસાડી નગર પાલિકાના કેમ વખાણ કરતો હતો અને મારી અંકલેશ્વર નગરપાલિકા વિશે કેમ ગમેતેમ બોલતો હતો.? મારી નગરપાલિકા વિશે કંઈ બોલવું નહિ અને આવવું નહિ તેમ કહી માં-બેન સમાણી બિભસ્ત ગાળો આપી અને દોડાવી-દોડાવીને માર મારવાની, ગુમ કરવાની તેમજ કોલરથી પકડી ઉઠાવી લેવાની ધમકીઓ આપી હતી.

વધુમાં તેઓએ ધમકી આપતા જણાવ્યું હતું કે હું ગુંડો છું અને આજે પણ ગુંડો છું, તું ક્યાં છે, હું આવીશ તો તારી સાથે એક પણ ઉભો નહિ રહે, તું બાયલો છે, તેમ કહી અંકલેશ્વર શહેર કોંગ્રેસ પ્રમુખના નામનું ઉચ્ચારણ કરી બિભસ્ત ગાળો ભાંડતા આખરે મામલે વિજયસિંહ પટેલે તેઓના સમર્થકો સાથે અંકલેશ્વર શહેર પોલીસ મથકે પહોચી જઇ ફરિયાદ આપતા પોલીસે મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર કોંગ્રેસના ઉમેદવાર વિજયસિંહ પટેલ સાથે રૉકીની વાતચીત ઉપરથી અનુમાન લગાવી શકાય છે કે રાત્રીના સમયે નશામાં તલ્લીન થઇને આ પ્રકારના ફોન કોલ કરી ધમકીઓ અને બિભસ્ત ગાળો ભાંડવામાં આવી હોય તેમ પણ ચર્ચાઇ રહ્યું છે.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

વલસાડ સિટી પોલીસે ચીખલી પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપી પાડ્યો.

ProudOfGujarat

ભરૂચ ના પાંચબત્તી વિસ્તાર માં આવેલ આદર્શ શોપિંગ પાસે થી એક યુવાન નો મૃતદેહ મળી આવતા ચકચાર મચ્યો હતો….

ProudOfGujarat

નબીપુર પોલીસ મથકમાં અગાઉ નોંધાયેલ પ્રોહિબિશનનાં ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી ભરૂચ LCB પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!