Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના એક ગામની સોસાયટીમાં બે વર્ષની માસુમ બાળકીને નરાધમે પીંખી નાખી.

Share

અંકલેશ્વરમાં એક બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની હોવાનું સામે આવતા ભારે ખળભળાટ મચ્યો છે. અંકલેશ્વરના એક ગ્રામ્ય વિસ્તારની સોસાયટીમાં રહેતી બે વર્ષીય બાળકી સાથે નરાધમે દુષ્કર્મ આચર્યું હોવાની બાબતે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી બે વર્ષીય માસૂમ બાળકીનું મેડિકલ પરીક્ષણ કરાવી નરાધમ ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઘટના અંગેની પ્રાથમિક વિગતો અનુસાર નોકરીએ જઈ રહેલા પિતાને બાળકી બાય બાય કરી રહી હતી, ત્યારે જ એક નરાધમે બાળકી ઉપર નજર બગાડી હતી તેમજ તેણીને ખોળામાં બેસાડી દુષ્કર્મ આચર્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે,ઘટના બાદ બી ડિવિઝન પોલીસે મામલે ગુનો નોંધી નરાધમ ઈસમની ધરપકડની તજવીજ શરૂ કરી છે.

Advertisement

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે મામલે નરાધમ ઈસમ સામે ૩૭૬(એ)(બી) ૩૫૪એ(૧) અને ગુનો પોકસો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. અંકલેશ્વર જેવા વિસ્તારમાં માસૂમ બાળકી સાથે દુષ્કર્મની ઘટનાને અંજામ અપાયાની ઘટના બાદ નરાધમ ઈસમ સામે લોકોએ ફિટકારની લાગણી વર્ષાવી નરાધમ ઈસમને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી.

હારુન પટેલ : ભરૂચ


Share

Related posts

અદ્દલ કરીના કપૂર જેવો દેખાય છે જહાંગીર અલી ખાન: જુઓ તેના દીકરાની પહેલી ઝલક

ProudOfGujarat

મમતા ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે આજરોજ મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું

ProudOfGujarat

ભારતમાં કેન્સરના કેસોમાં થશે વધારો, આઇસીએમઆર એ આપી ચેતવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!