Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : પાનોલીની પ્રીમિયર મિનરલ્સ એન્ડ કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી.

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના પાનોલીની પ્રીમિયર મિનરલ્સ એન્ડ કેમિકલ કંપનીમાં આજે બપોરેના સમયે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ભારે નાસભાગ મચી હતી. કંપનીમાંથી ધુમાડાના ગોટેગોટા નજરે પડયા હતા જે બાદ ઉપસ્થિત કર્મચારીઓ અને સ્થાનિકોને દૂર ખસેડવામાં આવ્યા હતા.

ઘટના અંગેની જાણ ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરના ત્રણથી વધુ લાય બંબાઓએ ઘટના સ્થળે પહોંચી જઈ આગ પર કાબુ મેળવવાની તજવીજ શરૂ કરી હતી. હાલ કંપનીમાં આગ ક્યાં ક્યા કારણોસર લાગી છે તે અંગે સ્પષ્ટતા થઇ નથી જોકે આગના પગલે કંપનીમાં નુકશાની થઇ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.

અચાનક લાગેલ કંપનીમાં આગના ધુમાડાના ગોટેગોટા આસપાસના વિસ્તારોમાં પ્રસરતા આસપાસ રહેલ લોકોના જીવ પણ થોડા સમય માટે ટાળવે ચોટયા હતા, જોકે ગણતરીના સમયમાં આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવતા સ્થાનિકો સહિત કંપની કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

Advertisement

હારુન પટેલ : ભરુચ
મો. : 99252 22744


Share

Related posts

નાનકડા ગામના ત્રણ મિત્રોએ જુદા-જુદા વિષયમાં પી.એચ.ડી ની ડિગ્રી હાસિલ કરી…

ProudOfGujarat

રસીકરણ જ એકમાત્ર ઉપાય :વિલાયત જીઆઈડીસીમાં જુબિલન્ટ દ્વારા તેમના કર્મચારીઓ અને તેમના પરિવારનું વેક્સિનેશન કરાયુ..

ProudOfGujarat

ગોધરા લો કોલેજ ખાતે નેશનલ વોટર્સ ડે દિવસની કરાઇ ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!