Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં ટ્રિપલ અકસ્માત, થ્રી વ્હીલ ટેમ્પો ફોરવ્હીલ ગાડી અને મોટરસાયકલ વચ્ચે અકસ્માતમાં ત્રણ ઘાયલ.

Share

અંકલેશ્વરના હસ્તી તળાવ મુખ્ય માર્ગ ઉપર આજે સવારના સમયે અકસ્માતની ઘટના સામે આવતા ઉપસ્થિત લોકોમાં દોડધામ મચી હતી, ફોર વ્હીલ ગાડી, થ્રિ વ્હીલ ટેમ્પો અને એક બાઇક વચ્ચે આ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.

અકસ્માતની ઘટનામાં એક મહિલા સહિત ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે, અકસ્માત બાદ ફોર વ્હીલ કારનો ચાલક પોતાની કારને સ્થળ પરજ મૂકી ફરાર થઈ ગયો હતો. ઘટના અંગેની જાણ ઉપસ્થિત લોકોને થતા તમામ ઇજાગ્રસ્ત લોકોને ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Advertisement

અંકલેશ્વરના હસ્તી તળાવ મુખ્ય માર્ગ પર સર્જાયેલ ટ્રિપલ અકસ્માતની આ ઘટના બાદ સ્થળ ઉપર લોક ટોળા જામતા એક સમયે માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે ઘટના અંગેની જાણ પોલીસ મથકે થતા સ્થાનિક પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મામલા અંગેની તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

ગોધરા નગરમાં બે દિવસ પાણી પુરવઠા નહીં મળે :પાઈપલાઈનમાં લીકેજ થવાના કારણે બે દિવસ પાણી બંધ રહેશે

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં બારે મેઘ ખાંગા, અનેક સ્થળે મકાનો અને વૃક્ષ ધરાસાઈ થતા, બે લોકો ઇજાગ્રસ્ત તો પાંચ જેટલા વાહનોને નુકશાની.

ProudOfGujarat

ભરૂચ સિવિલ હોસ્પિટલ અને પટેલ વેલ્ફેર હોસ્પિટલની મુલાકાત લેતા પ્રદેશ કોંગ્રેસનાં માજી પ્રમુખ અર્જુનભાઇ મોઢવડીયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!