Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIA

અંકલેશ્વરના ધંતુરીયા ગામ ખાતે પતિએ પત્નીની હત્યા કરતા ચકચાર.

Share

અંકલેશ્વર તાલુકાના ધંતુરીયા ગામ ખાતે ન્યુ ધંતુરીયા ઇન્દિરા આવાસમાં રહેતી ૩૫ વર્ષીય પરિણિત મહિલાની તેનાં જ પતિ દ્વારા કુહાડીના ઘા ઝીંકી દઈ હત્યાને અંજામ આપવામાં આવતા પંથકમાં ભારે ખળભળાટ મચ્યો છે, જે બાદ પોલીસે સ્થળ પર પહોંચી જઈ મામલે તપાસ હાથધરી છે.

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના ધંતુરીયા ગામ ખાતે આવેલ ન્યુ ધંતુરીયા ઇન્દિરા આવાસમાં રહેતી ૩૫ વર્ષીય પરિણિત મહિલા જ્યોત્સના રણજીત ભાઈવસાવા નાઓ ગત રાત્રીના સમયે પોતાના ઘરે હતી દરમિયાન તેના પતિ રણજીત બાલુભાઈ વસાવા નાઓ જ્યોત્સના બેનના ચારિત્ર્ય વિશે ખોટો વહેમ રાખી તેની સાથે ઝઘડો કર્યો હતો.

Advertisement

ઝઘડા દરમિયાન એકાએક ઉશ્કેરાયેલા રણજીત વસાવાએ જ્યોત્સના બેનને કુહાડીના ઘા ઝીંકી દઈ હુમલો કરતા હુમલામાં જ્યોત્સના બેનને ગળાના ભાગે તેમજ મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેઓનું મોત નીપજ્યું હતું, જે બાદ ઘટનાને અંજામ આપી રણજીત બાલુભાઈ વસાવા સ્થળ ઉપરથી ફરાર થઈ જતા સ્થાનિકો દ્વારા મામલા અંગેની જાણ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે કરવામાં આવી હતી.

અંકલેશ્વર રૂરલ પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મૃતક જ્યોત્સનાબેન વસાવાની લાશનો કબ્જો લઇ તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હત્યાને અંજામ આપી ફરાર થયેલ રણજીત વસાવા સામે હત્યાનો ગુનો દાખલ કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

હારુન પટેલ : ભરુચ
મો. : 99252 22744


Share

Related posts

અંકલેશ્વર જીઆઇડીસી ખાતે ભુમિદાનનાં રૂપિયા ચૂકવતા રાજપૂત સમાજનાં ભામાશા પરિમલસિંહ રણા.

ProudOfGujarat

ભુતપુર્વ વિધાર્થીનીએ શાળાના બાળકોને વિનામુલ્યે સ્કુલબેગનુ વિતરણ કર્યુ

ProudOfGujarat

સુરેન્દ્રનગર : હિંગળાજપરામાં ગંદકીનું સામ્રાજ્ય : મહિલાઓએ રોષ વ્યક્ત કરી ગંદકી હટાવી રોડ બનાવવા માંગ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!