ભરૂચ જિલ્લામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને લઇ પોલીસ વિભાગ પણ સતર્ક બન્યું છે. જિલ્લામાં ચાલતી દારૂ-જુગાર જેવી પ્રવૃતિઓને ડામવા માટે સતત ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા જે તે સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે, તેમજ ગુનાહિત પ્રવૃતિઓ કરનાર ઇસમોને જેલના સળિયા પાછળ ધકેલી કાયદાના પાઠ ભણાવવામાં આવી રહ્યા છે, તેવામાં અંકલેશ્વરનાં કોસમડી ગામ ખાતેથી ક્રાઇમ બ્રાંચે એક જુગાર ધામ ઝડપી પાડ્યું છે.
ભરૂચ ક્રાઇમ બ્રાંચના કર્મીઓ પેટ્રોલીંગમાં હતા દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે અંકલેશ્વરના કોસમડી ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે પત્તા પાના વડે જુગાર રમતા સાત જેટલા ઇસમોને ઝડપી પાડયા છે. ક્રાઇમ બ્રાંચે મામલે (૧) સુરેશભાઈ બાલુભાઈ વસાવા રહે,કોસમડી અંકલેશ્વર (૨) વિશાલ બાબુ પટેલ રહે,કાપોદ્રા,અંકલેશ્વર (૩) મોહશીન ખલીફા રહે,કાપોદ્રા અંકલેશ્વર (૪) મો,બિલાલ ફારૂખ વડીયા રહે,કાપોદ્રા અંકલેશ્વર (૫) નરેશભાઈ રમણભાઈ વસાવા રહે,કોસમડી અંકલેશ્વર (૬) સુરજીત સિંગ ચિકલીગર. રહે,ભરકોદ્રા અંકલેશ્વર તેમજ (૭) શિવલાલ રાવળ રહે,કાપોદ્રા નાઓને ઝડપી પાડયા હતા.
ક્રાઇમ બ્રાંચે પાડેલ દરોડામાં જુગાર પર દાવ પરના ૪૭૯૮૦ રોકડ ૫ જેટલી મોટરસાયકલ તેમજ મોબાઈલ ફોન મળી કુલ ૧,૭૨,૪૮૦ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવતા જુગારીઓમાં ફફડાટનો માહોલ છવાયો છે, અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે તમામ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.