અંકલેશ્વર પંથકમાં 60 કરતાં વધુ ઉંમરનાં બે અજાણ્યા ભિક્ષુક પુરૂષોનાં મોત થતાં તેઓનાં મોત ગરમીથી અથવા કોઈક બીમારીથી થયા હોવાની શંકા લોકોમાં ઊભી થઈ છે. અંકલેશ્વર પંથકમાં લોક ડાઉનનો ચુસ્ત અમલ થઈ રહ્યો છે. ત્યારે સેવાભાવી સંસ્થાઓ લોકોને બે સમયનું ભોજન આપીને સમાજ સેવા કરી રહ્યા છે. ત્યાં હવે અંકલેશ્વર શહેરમાં બે વૃદ્ધોનાં મોત થયાં હોવાની ઘટના પોલીસ મથકમાં દાખલ થઈ છે. જેમાં અંકલેશ્વર શહેરનાં બસ ડેપો પાસે 60 વર્ષીય વૃદ્ધ મૃત હાલતમાં મળી આવ્યા હતા. શરીરે અસ્વસ્થ દેખાતા આ વૃદ્ધનું મોત કોઈક બિમારીથી અથવા હિટવેવનાં કારણે થયું હોવાની લોકોને શંકા છે. જયારે બીજી ઘટનામાં અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ટાંકી ફળિયા પાસે ઓવરબ્રિજ નીચે 65 વર્ષીય વૃદ્ધ મૃત હાલતમાં મળી આવ્યો હતો. બંને ભિક્ષુક લાગતાં હતા. પોલીસને જાણ થતાં મૃતદેહનો કબ્જો મેળવી તેમનું મોત કયાં કારણોસર થયું તે માટે પી.એમ. અર્થે મોકલી આપી હાલ તો અકસ્માત મોત અંગે ગુનો દાખલ કરી પોલીસે તપાસ શરૂ કરી છે.
અંકલેશ્વરમાં ભિક્ષુકોનાં મોત થવાથી તે ગરમી અથવા બીમારીથી થવાની શંકા.
Advertisement