Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરમાં હિટ એન્ડ રનની ઘટનામાં બાઇક સવાર બે યુવાનોના મોત, નિલેશ ચોકડી વિસ્તારમાં બની ઘટના, અજાણ્યો વાહન ચાલક થયો ફરાર.

Share

ભરૂચ જિલ્લામાં અકસ્માતોની ઘટનામાં દિન પ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ખાસ કરી નેશનલ હાઇવે ૪૮ ઉપર પાલેજથી પાનોલી વચ્ચેના માર્ગ પર અસંખ્ય અકસ્માતો બનતા હોય તેવી સ્થિતિનુ સર્જન થયું છે, કેટલાક અકસ્માતોમાં લોકો જીવ ગુમાવી રહ્યા છે તો કેટલાક અકસ્માતોમાં લોકો સારવાર લેવા મજબુર બન્યા હોય તેવી અનેક ઘટનાઓ છેલ્લા એક માસ દરમિયાન સામે આવી છે.

આજરોજ રાત્રીના સમયે અંકલેશ્વર નેશનલ હાઇવે ૪૮ ઉપર પણ આજ પ્રકારની અકસ્માતની એક ગોઝારી ઘટના સામે આવી હતી, જેમાં બે યુવાનો એ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અંકલેશ્વરની નિલેશ ચોકડી નજીકના વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટનામાં બાઇક સવાર બે યુવાનોએ જીવ ગુમાવ્યા હોવાનું સામે આવ્યું છે, અજાણ્યા વાહનના ચાલકે બાઇક સવાર ઇસમોને ટક્કર મારી સ્થળ પરથી વાહન લઈ ફરાર થઈ ગયો હતો જે બાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બંને બાઇક સવાર યુવાનોના ઘટના સ્થળે જ મોત નિપજતા ભારે ખળભળાટ મચ્યો હતો.

Advertisement

અંકલેશ્વર નેશનલ હાઇવે પર સર્જાયેલ આ હિટ એન્ડ રનની ઘટના બાદ થોડા સમય માટે હાઇવે ઉપર ટ્રાફિક જામ પણ થયો હતો. જોકે ઘટના અંગેની જાણ સ્થાનિક પોલીસ મથકે કરવામાં આવતા પોલીસે સ્થળ પર દોડી જઈ મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવા સાથે બંને મૃતકોની ઓળખવીધી અંગેની કવાયત શરૂ કરી મામલે અજાણ્યા વાહન ચાલક સામે અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથધરી છે.


Share

Related posts

ખનીજ માફિયા બેફામ : નર્મદા ખાણ ખનીજ વિભાગે ઓવરલોડ રેતી ભરેલી પકડેલી ટ્રકની પણ ચોરી થતા અનેક સવાલ.

ProudOfGujarat

ભરૂચના સાયકલિસ્ટ સ્વેતા વ્યાસને ઈન્ડિયન સ્ટાર ઇન્ડિપેન્ડન્ટ 2022 એવોર્ડ એનાયત કરાયો.

ProudOfGujarat

કાશિકા કપૂરે તેની ડેબ્યૂ ફિલ્મ આયુષ્મતી ગીતા મેટ્રિક પાસ માટે તેનો લુક જાહેર કર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!