ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પૈકી ત્રણ બેઠકો ઉપર કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની જારી કરાયેલ બીજી યાદીમાં ત્રણ બેઠકો ઉપર ઉમેદવારના નામ જાહેર કરી જાણે કે ખેલા હોબેની શરૂઆત કરી મૂકી હોય તેમ ત્રણેવ બેઠકો ઉપર વિરોધી પક્ષોના ઉમેદવારો સામે કાંતે કી ટક્કર જેવો રસપ્રદ સિનારિયો ઉભો કરી મુક્યો છે, જેમાં પણ ખાસ કરી અંકલેશ્વર બેઠક ઉપર સૌ કોઇની નજર પડી રહી છે.
કોંગ્રેસ દ્વારા અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા મત વિસ્તારના ઉમેદવાર તરીકે વિજયસિંહ(વલ્લભ) પટેલને સત્તાવાર રીતે ટીકીટની જાહેરાત કરતા અંકલેશ્વર બેઠક પર રાજકિય ચહલ પહલ માં એકા એક વધારો થવા સાથે ગરમાવો પણ કોંગ્રેસે લાવી મુક્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે,જ્યાં ભારતીય જનતા પાર્ટીમાં સતત જીતનો સ્વાદ ચાખનારા ઈશ્વર પટેલ ની સામે તેઓના સગા ભાઈ ને કોંગ્રેસે મેદાનમાં ઉતારી મોટો રાજકીય દાવ અજમાવ્યો છે.
મહત્વની બાબત છે કે અંકલેશ્વર બેઠક ભાજપા જીતે કે કોંગ્રેસ પણ એ વાત નક્કી છે કે આ સીટ ઉપર માજી ધારાસભ્ય ઠાકોરભાઇ પટેલના પરિવારનો જ કબ્જો રહેશે. ભાજપના 4 ટર્મના ધારાસભ્ય અને માજીમંત્રી ઈશ્વર પટેલ સામે તેમના સગાભાઇ વિજયસિંહ પટેલને કોંગ્રેસ દ્વારા ટિકિટ આપવામાં આવી છે. વિજયસિંહ ઘણા સમયથી તેમના સગાભાઇ ઈશ્વર પટેલથી નારાજ છે. વિજયસિંહે કોંગ્રેસનો ખેસ ધારણ કરી તરત ટિકિટ માટે માંગણી કરી હતી. અંકલેશ્વર – હાંસોટના મતદાર ઠાકોરભાઈ પટેલના પરિવારને સારું માન આપે છે. વિજયસિંહ આ લોકચાહનાના દાવા સાથે ઉમેદવારી કરવા જઈ રહ્યા છે.
અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા મત વિસ્તારમાં તમામ રાજકીય ચોંગઠા થી માહેર વિજયસિંહ (વલ્લભ)પટેલના નામની જાહેરાત થયા બાદ થી જ્યાં એક તરફ તેઓના સમર્થકોમાં ઉત્સાહ નો માહોલ છે તો બીજી તરફ ખુદ તેઓના પરિવાર જનો પણ અંદરો અંદર મુંજવણ માં મુકાયા હોય તેમ ચર્ચાઈ રહ્યું છે,અંકલેશ્વર બેઠક ઉપર બે સગા ભાઇ આમને સામને ચૂંટણીના જંગમાં આવતા હવે સૌ કોઇ આ બેઠક પર નજર જમાવી બેઠા ત્યારે આગામી ૮ ડિસેમ્બર ના રોજ અંકલેશ્વર,હાંસોટ વિધાનસભાની મત પેટીઓ ખુલતા જ કોણ બાજી મારી જશે તેવી ચર્ચાઓ પણ અત્યારથી જ જામી રહી છે.