ભરૂચ જિલ્લામાં નશાનો વેપલો ધમધમાવવા માટે બેફામ બનેલા બુટલેગરો સાથે સતત પોલીસ વિભાગની લાલઆંખ જોવા મળી રહી છે, જિલ્લામાં છેલ્લા એક માસમાં અનેક સ્થળેથી શરાબનો વેપલો કરતા બુટલેગરોને પોલીસે જેલના સળિયા ગણતા કર્યા છે તેમ છતાં હજુય નશાનો વેપલો કરતા તત્વો સુધરવાનું નામ ન લેતા હોય તેમ લાગી રહ્યું છે તેવામાં વધુ એક બુટલેગર પોલીસની પકડમાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના કર્મીઓ પેટ્રોલીંગમાં હતા દરમિયાન મળેલ બાતમીના આધારે વાલિયાથી અંકલેશ્વર તરફ અર્ટિગા ફોર વ્હીલ કાર નંબર જી.જે.૧૯ એ.એફ ૦૨૪૦ માં બુટલેગર રીંકુ રામુભાઇ વસાવા રહે. દહેલી ગામ વાલિયા નાઓ કારમાં ભારતીય બનાવટના વિવિધ બ્રાન્ડના શરાબનો જથ્થો ભરી અંકલેશ્વરના દિવા રોડ તરફ આવ્યો હોય પોલીસે વોચ ગોઠવી તેની કારને રોકી તલાશી લેતા તેમાંથી શરાબનો જથ્થો મળી આવ્યો હતો.
અંકલેશ્વર પોલીસે મામલે ભારતીય બનાવટના હજારોની કિંમતમાં શરાબનો જથ્થો સહિત કુલ ૫,૭૨,૯૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી બુટલેગર રીંકુ વસાવાની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા નશાનો વેપલો કરતા તત્વોમાં ફફડાટની લાગણી છવાઈ જવા પામી છે.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744