અંકલેશ્વરના ભરુચી નાકા વિસ્તારમાં આજે બપોરના સમયે અકસ્માતની ઘટના સર્જાતા ભારે ટ્રાફિક જામના ડ્રશ્યો સર્જાયા હતા. સરકારી એસ.ટી બસ અને શેરડી ભરેલ ટ્રક વચ્ચે આ અકસ્માતની ઘટના સર્જાઈ હતી, આગળ ચાલતી ટ્રકમાં પાછળથી એસ.ટી બસ ધડાકાભેર ઘુસી જતા એક સમયે ઉપસ્થિત લોકોના જીવ ટાળવે ચોંટી ગયા હતા.
અચાનક એસ.ટી બસ ટ્રકના પાછળના ભાગે ઘુસી જતા બસમાં સવાર મુસાફરોમાં પણ ગભરાટનો માહોલ સર્જાયો હતો અને તુરંત તમામ મુસાફરો બસની બહાર દોડી આવ્યા હતા. એસ.ટી બસ ના ચાલકે સમય સૂચકતા ન વાપરતા આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે.
ભરુચી નાકા પાસે સર્જાયેલ આ અકસ્માતના પગલે સ્થળ ઉપર એક સમયે લોકોના ટોળા જામ્યા હતા. ઘટના બાદ થોડા સમય માટે માર્ગ ઉપર ભારે ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતા, જોકે સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની ન થતા બસમાં સવાર મુસાફરો સહિત ઉપસ્થિત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઘટનાના પગલે સ્થાનિક પોલીસના જવાનો પણ સ્થળ પર દોડી ગયા હતા અને અકસ્માત ગ્રસ્ત બંને વાહનોને માર્ગ પરથી ખસેડવાની તજવીજ હાથધરી માર્ગને ખુલ્લો કરવાની કવાયત શરૂ કરી હતી.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744