ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ચૂંટણીની તારીખો જાહેર થતા જ રાજ્યમાં આદર્શ આચારસંહિતા લાગુ થઇ ચુકી છે, તેવામાં ચૂંટણી પંચના આદેશ અનુસાર પોલીસ વિભાગ પણ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે તંત્ર પણ સજ્જ જોવા મળી રહ્યું છે.
ચૂંટણી પંચના આદેશ અનુસાર ગુજરાતમાં વિવિધ સ્થળે પોલીસ વિભાગ દ્વારા ચેક પોસ્ટ ઉભી કરવામાં આવી છે, તેમજ ચેક પોસ્ટ પરથી પસાર થતા તમામ વાહનોનું સાધન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા ને પહોંચી વળવા માટે પોલીસ વિભાગ પણ સજ્જ બન્યું છે.
ભરૂચ જિલ્લામાં પણ પોલીસ વિભાગ દ્વારા વાહન ચેકીંગ સઘન બનાવ્યું છે. અંકલેશ્વરના પ્રતિન ચોકડી વિસ્તારમાં આજરોજ ભરૂચ જિલ્લા પોલીસના જવાનોએ શંકાસ્પદ લાગતા સહિતના વાહનોની સઘન ચેકીંગ હાથ ધર્યું હતું. પોલીસના જવાનોએ વાહનોની ડેકી ખોલી કોઈ ગુનાહિત વસ્તુઓની અવરજવર તો નથી થઈ રહીને તેવી અનેક બાબતો ઉપર નજર રાખી ચેકીંગ હાથ ધર્યું હતું.
હારુન પટેલ : ભરુચ
મો. : 99252 22744