Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર : નેશનલ હાઈવે અંસાર માર્કેટ નજીક ફોરવ્હીલ ગાડી અને ટેમ્પો વચ્ચે અકસ્માત, પાંચ વ્યક્તિ ઇજાગ્રસ્ત.

Share

ભરૂચ જિલ્લાના નેશનલ હાઇવે ૪૮ ઉપર છાશવારે અકસ્માતની ઘટનાઓ બનતી સામે આવી રહી છે, છેલ્લા બે માસમાં પાલેજથી પાનોલી સુધીના હાઇવે વિસ્તારમાં અનેક અકસ્માતની ઘટનાઓ સામે આવી ચૂકી છે, કેટલાક અકસ્માતોમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે તો કેટલાક બનાવોમાં અનેક લોકોને સારવાર લેવાની નોબત આવી રહી છે, ગત રાત્રીના સમયે પણ વધુ એક અકસ્માતની ઘટના સામે આવી હતી.

અંકલેશ્વરના નેશનલ હાઇવે ૪૮ પર આવેલ અંશાર માર્કેટ પાસે ગત રાત્રીના સમયે ફોર વ્હીલ કાર અને ટેમ્પો વચ્ચે અકસ્માતની ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતની ઘટનામાં ફોર વ્હીલ કારમાં સવાર પાંચ જેટલા વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ સ્થળ પર ભેગા થયેલા લોકોએ મામલે ૧૦૮ એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરતા તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Advertisement

ટેમ્પો અને ફોર વ્હીલ કાર વચ્ચે સર્જાયેલ આ અકસ્માતની ઘટના બાદ અંશાર માર્કેટ નજીક થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિનું પણ સર્જન થયું હતું. જોકે સ્થાનીક પોલીસે તાત્કાલિક સ્થળ પર દોડી જઈ અકસ્માત ગ્રસ્ત વાહનોને રસ્તા પરથી ખસેડી રસ્તાને ખુલ્લો કરી મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

ઔદ્યોગિક વસાહત શાળા વાપી ખાતે શાળા સલામતી સપ્તાહ ઉજવણીનો કાર્યક્રમ યોજાયો…

ProudOfGujarat

છોટાઉદેપુર : આમ આદમી પાર્ટી દ્વારા બોડેલી ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : બકરી ઈદનાં તહેવારની ઉજવણીનાં સંદર્ભે પશુઓની કતલ પર પ્રતિબંધ મુકાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!