Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના ઘનશ્યામ નગરના મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા, નવ ઈસમો ઝડપાયા.

Share

અંકલેશ્વર ખાતે શહેર એ ડિવિઝન પોલીસના કર્મીઓ પેટ્રોલીંગમાં હતા દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે અંકલેશ્વરની ઝેનીથ સ્ફુલના પાછળ આવેલ ઘનશ્યામ નગરના મકાન નંબર બી/૨૦ માં રહેતા ઇશરાક ખાન મહેમુદ ખાન પટેલ નાઓ તેઓના રહેણાંક મકાનમાં બંધ દરવાજે કેટલાક ઈસમો પત્તા પાના વડે જુગાર રમાડે છે જે બાદ પોલીસના કર્મીઓએ સ્થળ પર દરોડા પાડયા હતા.

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસના દરોડામાં કુલ ૯ જેટલા ઈસમો જુગાર રમતા ઝડપાઇ ગયા હતા,જે બાદ પોલીસે રોકડા રૂ,૮૭,૩૦૦ તથા મોબાઈલ નંગ ૧૦ તેમજ મોટરસાયકલો મળી કુલ ૧,૯૮,૩૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી મામલે (૧) ઇશરાક ખાન મહેમુદ ખાન પટેલ (૨) મોહંમદ ભાઈ ઇસ્માઇલ ભાઈ લાકડાવાલા (૩) મોહશીનખાન ઉર્ફે કાણો મહેમુદ ખાન પટેલ (૪) ધવલભાઇ રાજુભાઇ પાલ (૫) યોગેશભાઈ ભગવાન ભાઈ વળાંદ (૬) રાકેશભાઈ કિશોરભાઈ સોલંકી (૭) મનીષભાઈ ધરમચંદ જૈન (૮) મનહરભાઈ છીતુ ભાઈ વસાવા (૯) મહેશભાઈ છગન ભાઈ પરમાર નાઓનો ઝડપી પાડી તમામ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવતા ખળભળાટ મચ્યો છે.

Advertisement

હારુન પટેલ : ભરૂચ


Share

Related posts

ભરૂચના નિકોરા ગામની સીમમાં પત્તા પાનાનો જુગાર રમતા છ ઈસમો ઝડપાયા.

ProudOfGujarat

નર્મદાના પી. એસ. આઈ પાઠકે કડકડતી ઠંડીમાં નર્મદા નદીમાં 208 ડૂબકી લગાવી સ્નાન કર્યું.

ProudOfGujarat

આજે અષાઢી અમાસ નિમિત્તે ભરૂચનાં ભોઈ જ્ઞાતિ પંચ દ્વારા મેઘરાજાની પ્રતિમાની સ્થાપના કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!