Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરની ગંગા જમના સોસાયટીની ગેસ લાઈન લીકેજ થતા આગની જ્વાળાઓ ભભૂકી.

Share

અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે આવેલ ગંગા જમના સોસાયટીમાં ગત રાત્રીના સમયે ગેસ લાઇનમાં અચાનક લીકેજ થતા ભારે દોડધામ મચી જવા પામી હતી. જોત જોતામાં ગેસ લાઈનમાં આગની જ્વાળાઓ ભડકે બળતા આસપાસના લોકોમાં જીવ એક સમયે ટાળવે ચોંટી ગયા હતા.

ઘટના અંગેની જાણ અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત ફાયર સ્ટેશનની ટીમને થતા તેઓએ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ ઉપર પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ઘટનાના પગલે ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસ લાઇન બંધ કરવાની નોબત આવી હતી, સાથે જ થોડા સમય માટે સોસાયટીમાં વીજ પુરવઠો પણ બંધ કરવામાં આવ્યો હતો.

Advertisement

દિવાળીના તહેવાર ટાણે જ અચાનક આગ લાગવાની ઘટનાના પગલે એક સમયે લોકોના ગભરાટનો માહોલ પણ જોવા મળ્યો હતો, જોકે સદનસીબે સમગ્ર ઘટનામાં લોકોની સમય સુચકતાના કારણે કોઈ પણ પ્રકારની જાનહાની થવા પામી ન હતી, જે ઘટના બાદ ઉપસ્થિત લોકોએ પણ રાહતનો શ્વાસ અનુભવ્યો હતો.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

માંગરોળ : વાંકલ બજારમાં લટાર મારવા નીકળેલા પાંચ જણા સામે જાહેરનામાનાં ભંગ બદલ વાંકલ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી.

ProudOfGujarat

પંચમહાલ : ગોધરા ખાતે 73 માં પ્રજાસત્તાક પર્વની ઉમંગભેર ઉજવણી.

ProudOfGujarat

લીંબડી તાલુકા કોંગ્રેસ સમિતિએ મુખ્ય બજારમાં મોંઘવારી વિરુદ્ધ રેલી કાઢી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!