Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ-અંકલેશ્વર નર્મદા મૈયા બ્રિજ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં એક બાઇક સવાર યુવકનું મોત.

Share

ભરૂચ જિલ્લામાં દિન પ્રતિદિન અકસ્માતની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે, જિલ્લામાં કેટલાય સ્થળે રોજ મ રોજ અકસ્માત સર્જાતા હોવાની માહિતી દર ૨૪ કલાકે સામે આવતી હોય તેવી સ્થિતિનું સર્જન છેલ્લા એક માસથી બનતું હોય તેમ સામે આવી રહ્યું છે, વિવિધ સ્થળે સર્જાતા અકસ્માતોની ઘટનાઓના કેટલાક લોકો જીવ ગુમાવી રહ્યા છે તો કેટલાક લોકો ઇજાગ્રસ્ત થઇસારવાર લેવા મજબૂર બનતા હોય છે, આજ પ્રકારની એક અકસ્માતની ઘટના આજે સવારે ભરૂચ-અંકલેશ્વર માર્ગ પરથી સામે આવી છે.

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ-અંકલેશ્વર માર્ગ પર નર્મદા મૈયા બ્રિજ પાસે આજે સવારના સમયે મોટર સાઇકલ નંબર GJ 16 BP 5425 ને લઇ પસાર થઇ રહેલા એક આશાસ્પદ યુવાન ને કોઇક અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા યુવાનનું ઘટના સ્થળે જ ગંભીર ઇજાઓના પગલે મોત નીપજ્યું હતું, ઘટના બાદ એક સમયે સ્થળ ઉપર લોકોના ટોળા જામ્યા હતા.

ઘટના અંગેની જાણ પોલીસ મથકે કરવામાં આવતા પોલીસ વિભાગના કર્મીઓએ સ્થળ પર પહોંચી જઇ મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવા સાથે મામલે અજાણ્યા વાહન ચાલક સામે અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથધરી હોવાનું સામે આવ્યું છે.

Advertisement

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

હાંસોટ તાલુકાની આશ્રમશાળા ઈલાવ ખાતે બી. આર. સી.કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું

ProudOfGujarat

વડોદરાની બ્રાઇટ સ્કૂલમાં બોર્ડની પરિક્ષાના પ્રશ્નપત્ર ઓછા આવતા પરીક્ષા મોડી શરૂ કરાઇ.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા પંચાયત ની દેવલા બેઠક ની પેટા ચૂંટણી માં કોંગ્રેસ ના ઉમેદવાર નો ભવ્ય વિજય થતા સમર્થકો માં ઉત્સાહ નો માહોલ છવાયો હતો……..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!