ભરૂચ અને નર્મદા જિલ્લાની બોર્ડર પર આવેલું વાંદરી ગામ જે ગામને છેલ્લા કેટલાય ગત વર્ષો પહેલા કોઈ ઓળખતું ન હતું તે ગામને મર્હુમ અહેમદભાઈ પટેલે સરકારના સાંસદ દત્તક ગામ હેઠળના આહવાન બાદ વાંદરી ગામને પસંદ કર્યું હતું, જે બાદ રાતો રાત આ ગામ લોકો વચ્ચે ચર્ચામાં આવ્યું હતું. અહેમદભાઈ પટેલ પણ જ્યારે જ્યારે ભરૂચ જિલ્લાની મુલાકાતે આવતા ત્યારે ત્યારે તેઓ વાંદરી ગામ ખાતે રૂબરૂ મુલાકાતે પહોંચી જતા હતા. ગામને દત્તક લીધા બાદ આ ગામમાં અનેક વિકાસના કાર્યો પણ તેઓ થકી કરવામાં આવ્યા હતા.
ત્યારે આજે આખો દેશ પ્રકાશનું પર્વ મનાવી રહ્યો છે, શહેરો રોશનીથી ઝગમગી ઉઠ્યા છે તેવામાં વાંદરી ગામના લોકો GEB વિભાગની બેદરકારીના કારણે છેલ્લા ૧૦ દિવસથી લાઈટ વગર વલખા મારતા નજરે પડી રહ્યા છે, સામે દિવાળીના પર્વ અને ગામના મોટાભાગના વિસ્તારોમાં લાઈટોના ઢાંઢિયાના કારણે લોકો હેરાન પરેશાન થઇ ઉઠ્યા છે, જે અંગેની જાણ ગ્રામજનો દ્વારા અહેમદભાઈ પટેલના પુત્રી મુમતાઝ પટેલને કરતા મુમતાઝ પટેલે પણ મામલે દુઃખ વ્યક્ત કર્યું છે.
મુમતાઝ પટેલે સોશિયલ મિડિયા મારફતે પોસ્ટ મૂકી લખ્યું છે કે “आज मेरी जानकारी मैं यह बात आई हैं की, मेरे पिता अहमद पटेल जी के गोद लिए गांव “वांद्री” के आधे से ज्यादा हिस्से में पिछले 7 दिन से बिजली नहीं हैं। मेरे लिए यह बहुत दुख और चिंता का विषय है कि, रौशनी और दीपोत्सव के सबसे बड़े त्यौहार दीपावली पर वांद्री गांव में रहने वाले रहवासी अंधेरे में अपनी दिवाली मनाएंगे ।बिजली विभाग की इस लापरवाही का खामियाजा, गांव के हमारे रहवासियों को भुगतना पड़ रहा हैं। G.E.B को दिवाली पर्व को ध्यान में रखते हुए तुरंत वहां की बिजली समस्या को दूर करें।
આમ તેઓએ પોસ્ટ મૂકી GEB વિભાગને તાત્કાલિક ધોરણે દિવાળી પર્વને ધ્યાનમાં રાખી જે વિસ્તારોમાં વીજળી નથી તે વિસ્તારોમાં વીજળીની સમસ્યાને દૂર કરવામાં આવે તેવી અપીલ કરી હતી.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744