Proud of Gujarat
INDIAFeaturedGujarat

અંકલેશ્વરમાં ગુનાખોરીને ડામવા દિવાળીના તહેવારો પહેલા પોલીસનું સતત બીજી વખત નાઈટ કોમ્બિંગ.

Share

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં ગુનાખોરીને ડામવા અને અસામાજીક પ્રવૃત્તિઓને અટકાવવા તેમજ આગામી તહેવારોને ધ્યાનમાં રાખી જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સતત બીજી વખત રાત્રી નાઈટ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ખાસ કરીને અંકલેશ્વરના પરપ્રાંતીય વિસ્તારોમાં આ કોમ્બિંગ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વરના ગડખોલ સહિતના આસપાસ વિસ્તારોમાં પોલીસ વિભાગ દ્વારા ૯ પી.આઈ,૧૨ પી.એસ.આઈ અને ૧૧૬ જેટલા પોલીસ જવાનોને સાથે રાખી પોલીસ વિભાગે આખે આખા વિસ્તારમાં સઘન ચેકીંગ હાથ ધર્યું હતું, જેમાં ખાસ કરી બહારથી આવેલા શંકાસ્પદ ઇસમોની પૂછપરછ, વાહન ચેકીંગ, જે તે મકાનોમાં રહેતા ભાડુઆતોની પોલીસ ચોપડે નોંધ છે કે નહીં, તેમજ ગુનાહિત પ્રવૃતિઓ સાથે સંકળાયલ ઈસમોની પૂછપરછ સહિત વિસ્તારમાં કોઈ ગુનાખોરીની કરતૂતો ચાલે છે કે કેમ તે વિગેરેની તમામ દિશાઓમાં પોલીસ વિભાગ દ્વારા આ નાઇટ કોમ્બિંગમાં નોંધ લીધી હતી.

Advertisement

અંકલેશ્વર પંથકના ગડખોલ વિસ્તારમાં અચાનક યોજાયેલ પોલીસ વિભાગનું મેઘા નાઈટ કોમ્બિંગને લઇ વિસ્તારમાં વસતા લોકોમાં પણ એક સમયે ખળભળાટ મચ્યો હતો. પોલીસના અચાનક ધામાના પગલે એક સમયે લોકોમાં ચર્ચાઓએ જોર પકડ્યું હતું, જોકે બાદમાં પોલીસ વિભાગ દ્વારા નાઈટ કોમ્બિંગ ચાલી રહ્યું છે તેવી બાબતો લોકો સમક્ષ પહોંચતા મામલે લોકોએ રાહત અનુભવી હતી.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99254 22744


Share

Related posts

ભરુચ : ખત્રિ સમાજ દ્વારા કાજરા ચોથની ઉત્સાહ અને ઉમંગભેર ઉજવણી કરાઇ

ProudOfGujarat

ઝઘડિયાના અવિધા ગામે જુગાર રમતા ચાર ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

દહેગામમાં મહિલા બુટલેગરના ઘરમાં ચોરખાનામાં રાખેલો દારૂ ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!