Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર રાજપીપળા રોડ અને દઢાલ ઉછાલી આસપાસના માર્ગોને તાત્કાલિક ધોરણે તંત્ર સુધારે તે માટે જિલ્લા કોંગ્રેસ ઉપ પ્રમુખે કરી રજુઆત.

Share

ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ બાદ ઠેરઠેર કેટલાય સ્થળે રસ્તાઓનું ધોવાણ થયું છે, મસમોટા ખાડા પડવાના કારણે વાહન ચાલકોને વાહન હંકારવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જિલ્લાના અંકલેશ્વરમાં પણ કંઇક આજ પ્રકારની સ્થિતીનું સર્જન થયું છે, જ્યાં કેટલાય એવા વિસ્તારો છે જ્યાં મસમોટા ખાડા અને બિસ્માર માર્ગો આજકાલ લોકો માટે માથાના દુખાવા સમાન અને મુશ્કેલી સમાન બન્યા છે.

આજરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપ પ્રમુખ ગુલામભાઈ સિંધા દ્વારા એક રજૂઆત R&B ના કાર્યપાલક એજીનીયર અને નોટિફાઇડ એરિયા અંકલેશ્વરને કરવામાં આવી હતી, જેમાં તેઓએ માંગ કરી હતી કે O.N.G.C ઓવર બ્રિજ અંકલેશ્વરથી શરૂ થતાં રાજપીપળા રોડ ઉછાલી સુધીના માર્ગો તદ્દન બિસ્માર બન્યા હોય જેને તાત્કાલિક ધોરણે રીપેરીંગ કાર્ય હાથ ધરી સારા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત ધી દિવાન ધનજીશા હાઇસ્‍કુલ – ઝઘડીયાની શતાબ્‍દી મહોત્‍સવની ઉજવણી

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લખતર જુગતરામ દવે પેસેન્ટર શાળામાં ક્લસ્ટર કક્ષાનો કલા મહોત્સવ યોજાયો.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના રાયસીંગપુરા વલી ગામે સ્ત્રી રોગ નિદાન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!