શાળાના વિદ્યાર્થીઓમાં કલા કૌશલ્ય તેમજ સજૅનશકિતનો વિકાસ થાય તે હેતુસર શાળામા શનિવારના રોજ સહભ્યાસ પ્રવૃતિના ભાગરૂપે દિવાળી કાડૅ તેમજ રંગોળી સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું. મહાત્મા ગાંધી, સરિતા ગાયકવાડ, ઝવેરચંદ મેઘાણી તેમજ ડો. વિક્રમ સારાભાઈ ચાર હાઉસ આયોજીત આ સ્પધાૅમા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સહભ્યાસ પ્રવૃતિ કરવાનો અનેરો ઉત્સાહ બાળકોના મોં પર છલકાતો હતો. માન. જિલ્લા વિકાસ અધિકારી તેમજ માન. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રેરીત આ સહભ્યાસ પ્રવૃતિઓ કરવામા વિદ્યાર્થીઓમા અનેરો ઉમંગ ઉત્સાહ છલકાતો હતો. દરેક હાઉસના ટીમ લીડર શિક્ષકોએ બાળકોને જરૂરી પ્રોત્સાહન પૂરૂ પાડયુ હતુ. શાળાના આચાર્ય દ્વારા શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓને જરૂરી માગૅદશૅન પૂરૂ પાડવામાં આવ્યુ હતુ. આમ, વિદ્યાર્થીઓમાં કલા કૌશલ્ય તેમજ સજૅનશકિતના વિકાસ માટે આ હાઉસ આધારીત સહભ્યાસ પ્રવૃતિઓ તેઓની સુષુપ્ત શક્તિઓ ખીલવવા માટે ખુબ ઉપયોગી સાબિત થઇ હતી.પ્રવૃતિના અંતે ડો. વિક્રમ સારાભાઈ હાઉસને વિજેતા હાઉસ જાહેર કરવામાં આવ્યુ હતુ.
અંકલેશ્વરની પ્રાથમિક શાળા પીરામણમાં રંગોળી અને દિવાળી કાર્ડ બનાવવાની સ્પર્ધા યોજાઇ.
Advertisement