Proud of Gujarat
INDIAFeaturedGujarat

અંકલેશ્વરના સુરવાડી બ્રિજ પર કાર ચાલકે ટક્કર મારતા બાઇક સવાર બે ઈસમો બ્રિજ નીચે પટકાયા, એકનું મોત અન્ય એક ઘાયલ.

Share

ભરૂચ જિલ્લામાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, ખાસ કરી જિલ્લામાં અકસ્માતનું પ્રમાણ અંકલેશ્વર વિસ્તારમાં વધુ જોવા મળી રહ્યું છે, જ્યાં એક માસના સમયગાળામાં જ માર્ગ અકસ્માતની ઘટનાઓમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હોય તેવી એક બાદ એક રોજ મ રોજ ઘટનાઓ ચિંતાજનક રીતે પ્રકાશમાં આવી રહી છે.

આજે બપોરના સમયે પણ અકસ્માતની વધુ એક ઘટના અંકલેશ્વર વિસ્તારમાંથી સામે આવી હતી, જ્યાં અંકલેશ્વરના સુરવાડી બ્રિજ ઉપરથી મોટર સાયકલ લઇ પસાર થતા ઇસમોને કારના ચાલકે પાછળના ભાગેથી ટક્કર મારતા બાઇક પર સવાર બંને ઈસમો બ્રિજ પરથી નીચે પટકાયા હતા જ્યાં તેઓને ગંભીર ઇજાઓના પગલે એક ઈસમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું તો અન્ય એક ઈસમ ઘાયલ થતા તેને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

Advertisement

અકસ્માતની ઘટના બાદ સ્થળ ઉપર એક સમયે લોક ટોળા ભેગા થતા બ્રિજ પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. જોકે ઘટનાની જાણ સ્થાનિક પોલીસ મથકે થતા પોલીસના કાફલા એ સ્થળ પર પહોંચી જઈ મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથધરી મામલે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

વડોદરા : કરજણના ઉરદ ગામની સીમમાં આવેલી ૬૫૦ વર્ષ પુરાણી ઐતહાસિક વણઝારી વાવની અનોખી ગાથા..

ProudOfGujarat

અંકલેશ્વરના કડકિયા એજ્યુકેશન કેમ્પસમાં અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમનો આજથી પ્રારંભ

ProudOfGujarat

સુરતના રિંગ રોડ વિસ્તારમાં ઉમરવાળામાં કીરણ હાઉસ કોમ્પ્લેક્ષનાં ગ્રાઉન્ડ ફલોરમાં આગ લાગતા નાશભાગ મચી જવા પામી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!