આજરોજ વહેલી સવારે અંકલેશ્વર જી.આઈ.ડી.સી. ના પ્લોટ નંબર ૧૪૨/૨/બી માં આવેલ વીશ્રુધ ઓર્ગેનીક્સ પ્રા.લી. (VISHRUDH ORGANICS PVT LTD) માંથી કંટામીનીટેડ વેસ્ટ (પ્રદુષિત કચરો) નો નિકાલ આઈશર ટેમ્પો નંબર GJ16-AU-7724 દ્વારા વહન કરવાના ડોક્યુમેન્ટ વગર નિકાલ કરવામાં આવી રહ્યો હતો. જેની જાણ સ્થાનિક પ્રકૃતિ સુરક્ષા મંડળને થતા પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા જીપીસીબી અંકલેશ્વર અને ગાંધીનગરને જાણ કરી હતી જેથી જીપીસીબી અંકલેશ્વરની ટીમ દ્વારા સ્થળ પર આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે જણાવ્યું હતું કે “વેસ્ટના નિકાલ માટેના નિયમોને અવગણી ફક્ત પોતાનો નફો વધારવાના હેતુથી આવી ગેરકાયદેસરના નિકાલની પ્રવૃત્તિઓ થતી હોય છે જેના લીધે પર્યાવરણને ગંભીર નુકશાન થાય છે, માનવ સ્વાસ્થ્યને નુકશાન થાય છે, ભંગારના વેપારીઓ સાથે –સાથે ભંગાણના નામે પ્રદુષિત વેસ્ટના ગેરકાયદેસર નિકાલ કરનારા ઔદ્યોગિક એકમો સામે તેમની આવી પ્રવૃત્તિઓ સામે સખ્ત કાર્યવાહી કરવાની અમો માંગ કરીએ છીએ. નામાંકિત એકમોમાં આવી ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ થાય તો અન્ય એકમો પાસે શું અપેક્ષા રખાય?”
અંકલેશ્વર જીઆઇડીસીમાંથી પ્રદુષિત વેસ્ટનો નિકાલ કરતો આઈશર ટેમ્પો ઝડપાયો.
Advertisement