Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર રાજપીપળા ચોકડી પાસેના બંધ મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડતી અંકલેશ્વર શહેર પોલીસ.

Share

ભરૂચ જિલ્લામાં નશાનો વેપલો ચલાવતા તત્વો જાણે કે સુધરવાનું નામ જ ના લેતા હોય તેમ એક બાદ એક પોલીસ વિભાગો દ્વારા પાડવામાં આવતા દરોડામાં લાખોની કિંમતનો શરાબનો જથ્થો ઝડપાઇ રહ્યો છે, તે જ પ્રકારની વધુ એક સફળ રેડ અંકલેશ્વર ખાતે અંકલેશ્વર શહેર પોલીસે કરી છે.

અંકલેશ્વર ખાતે અંકલેશ્વર શહેર પોલીસનાં કર્મીઓ પેટ્રોલીંગમાં હતા દરમિયાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીકની સાંઈલોક રેસીડેન્સીના એક મકાનમાં દરવાજો લોક મારી સંતાડવામાં આવેલ ભારતીય બનાવટના વિદેશી શરાબના અલગ અલગ બ્રાન્ડના ૧૦૫૬ નંગ બોટલ મળી કુલ ૧,૦૫,૬૦૦ ના મુદ્દામાલને ઝડપી પાડ્યો હતો.

Advertisement

આ શરાબનો જથ્થો અંકલેશ્વરના તાડ ફળિયા વિસ્તારમાં રહેતા શાહરૂખ નજીર પઠાણ નામના ઇસમનો હોવાનું માલુમ પડતા અંકલેશ્વર શહેર પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

પોલીસ કર્મચારીનુ ચક્કર આવતા પડી જતા મોત નીપજ્યુ …

ProudOfGujarat

કેરાલાથી પાર્લામેન્ટ દિલ્હી સુધીની સાયકલ યાત્રા અંકલેશ્વર આવી.

ProudOfGujarat

ભરૂચ-ઝનોર ગામની સીમમાં આવેલ તુવેર ના ખેતર માં નબીપુર પોલીસ પહોંચી-પછી શું થયું જાણો વધુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!