Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં ટેન્કરની અડફેટે મોટર સાયકલ સવાર બે વ્યક્તિઓના મોત નિપજ્યા.

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના જીઆઇડીસી M.G કાંટા વિસ્તારમાં ગત સાંજના સમયે અંકલેશ્વરની ખાનગી કંપનીમાં કામ કરતા જીતેન્દ્ર સિંગ સૂર્યવલી સિંગ ઉ.વ ૫૦ નાઓ તેઓના પુત્રના સાળા અનુપ સિંગ ઉર્ફે ભોલા નાઓ સાથે મોટર સાયકલ નંબર GJ.16.CL 2488 ઉપર નીકળી જઈ રહ્યા હતા તે જ દરમિયાન પુર ઝડપે અને ગફલતભરી રીતે આવેલ ટેન્કર નંબર GJ.12.W 0700 ના ચાલકે અડફેટે લીધા હતા.

અકસ્માતની ઘટનામાં જીતેન્દ્ર સિંગ સૂર્યવલી સિંગનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું તેમજ અનુપ સિંગ ઉર્ફે ભોલા નાઓ નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડતા તેઓનું પણ મોત નીપજ્યું હતું. અકસ્માતની ઘટના બાદ સ્થળ પર લોકોના ટોળા જામ્યા હતા જે બાદ સ્થળ પરથી ટેન્કરનો ચાલક ફરાર થઈ ગયો હતો. મામલે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે જાણ થતાં પોલીસના કર્મીઓએ સ્થળ પર દોડી જઈ બંને મૃતકોની લાશનો કબ્જો મેળવી તેઓને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મામલે અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

ઝઘડીયા પોલીસ સ્ટેશનના ગુનામાં ત્રણ મહિનાથી નાસતો ફરતો આરોપી ઝડપાયો.

ProudOfGujarat

ઝઘડીયા જીઆઈડીસીની કંપનીમાંથી બેટન લોખંડની ચેનલ અને બીમ ચોરાયા.

ProudOfGujarat

નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં જીવલેણ હુમલો કરી લૂંટ કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરતી એલ.સી.બી.નર્મદા પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!