Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં ગરબા જોવા જતી પરિણીતા પર પતિએ શંકાના આધારે ચપ્પુ વડે હુમલો કરતા મહિલાને સારવાર અર્થે ખસેડાઈ.

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના માલી ખડકી વિસ્તારમાં મોટા રામજી મંદિર પાસે ગત રાત્રીના સમયે પોતાના બાળકને લઈ ગરબા જોવા જતી પરિણિત મહિલા ઉપર તેના જ પતિ દ્વારા ખોટો શક વહેમ રાખી રસ્તા વચ્ચે જ તેને પકડી મોઢું દબાવી અંધારામાં લઈ જઈ ઢીક્કા પાટુનો માર મારી ચપ્પુ વડે હુમલો કરતા મહિલાને ડાબા પગના ભાગે ચપ્પુ વાગતા તે ઇજાગ્રસ્ત થતા તેને ઉપસ્થિત લોકોએ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

અંકલેશ્વરના ગોયા બજાર વિસ્તારમાં રહેતી ઝંખનાબેન ગૌરાંગભાઈ માણેકભાઈ પટેલ નાઓ તેઓના બે વર્ષીય પુત્ર દીપ સાથે છેલ્લા કેટલાક સમયથી પતિ ખોટો શક વહેમ રાખતો હોવાથી તેના પિયરમાં રહે છે, જે ગતરોજ તેના પિતાના ઘરેથી તેના પુત્ર સાથે ગરબા જોવા ચાલતા ચાલતા જતી હતી તે જ દરમિયાન તેના પતિ ગૌરાંગ માણેક પટેલ નાઓ એ તેની પાસે દોડી જઈ આજે તને જીવતી નહિ છોડું તથા ગાળો ભાંડી ચપ્પુ વડે હુમલો કરી જો પોલીસ ફરિયાદ કરીશ તો હું જીવતી નહિ રહેવા દઉં તેમ જણાવી ત્યાંથી ભાગી ગયો હતો.

Advertisement

ઘટના અંગેની જાણ મહિલાના પરીવારજનોને થતા પરિવારના સભ્યોએ દોડી જઈ ઈજાગ્રસ્ત પરિણીત મહિલાને સારવાર અર્થે ખસેડી મામલે ગૌરાંગ માણેકભાઈ પટેલ સામે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી સ્થળ પરથી ફરાર થયેલ ગૌરાંગને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.

હારુન પટેલ ; ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

ભરૂચ જીલ્લામાં કોરોનાનાં 28 પોઝીટીવ કેસો નોંધાતા રહીશોમાં ભયનો માહોલ કુલ સંખ્યા 503 પર પહોંચી.

ProudOfGujarat

નર્મદા તથા છોટાઉદેપુર જીલ્લામાં ઘરફોડ ચોરી કરતા સીકલીગર ગેંગના સભ્યો પાસામાં ધકેલાયા.

ProudOfGujarat

ભરૂચનાં દાંડિયા બજાર વિસ્તારમાં 3 બાઇકને રહસ્યમય રીતે આગ ચાંપી દેવાની ધટના પ્રકાશમાં આવી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!