રાજ્ય સૌથી મોટા રાવણ દહન આયોજન પૈકીનું એક આયોજન અંકલેશ્વર ખાતે થાય છે. 48 ફૂટના રાવણ, 45 ફૂટના કુંભકર્ણ અને 43 ફૂટના મેઘનાથના પૂતળા છેલ્લા 40 દિવસમાં 6 કલાકાર તૈયાર કર્યા છે. મહારાષ્ટ્રના શિવકાશીની ભવ્ય આતીશબાજી પણ રાવણ દહનનું અનેરું આકર્ષણ બને બને છે.
અંકલેશ્વરના ઓએનજીસી રામલીલા સમિતિ દ્વારા છેલ્લા 48 વર્ષથી આ આયોજન ઓએનજીસી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી રહ્યું છે, રામલીલા અને દશેરાનો મેળો પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે, ત્યારે હાલ દશેરા પર્વને લઇ કારીગરો દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
Advertisement
કોરોના કાળ બાદ ફરી એકવાર અંકલેશ્વરમાં દશેરાના પર્વને ધામધૂમથી ઉજવવવા માટેની તૈયારીઓને આખરી ઓપ અપાઇ ચુક્યો છે, ત્યારે શહેરીજનો પણ રાવણ દહનના કાર્યક્રમને નિહાળવા માટે આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744