Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં ભારતીય બનાવટના વિદેશી શરાબના જથ્થા સાથે ૨ ઇસમોની પોલીસે કરી ધરપકડ, ૧૧ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે.

Share

ભરૂચ જિલ્લામાં બેફામ બનેલા બુટલેગરો સામે હવે પોલીસ વિભાગે લાલઆંખ કરી છે. જિલ્લામાં નશનાઓ વેપલો કરતા તત્વો સુધરવાનું નામ ન લેતા હોય તેમ એક બાદ એક લાખો રૂપિયાની કિંમતનો દારૂ જિલ્લામાંથી ઝડપાઇ રહ્યો છે, પોલીસ વિભાગની સતર્કતાના કારણે નશાનો વેપલો કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમિયાન મળેલ બાતમીના આધારે એક લાલ કલર તથા સફેદ કલરની કેબિનવાળી ટાટા કંપનીની બંધબોડીની ટ્રક નંબર MH,04,FU 8701 માં ભારતીય બનાવટનો વિદેશી દારુ ભરી વાલિયા ચોકડી અંકલેશ્વર તરફ આવતા કોસમડી ગામ નજીક પોલીસે તેને ઝડપી પાડી હતી.

Advertisement

પોલીસે ઝડપેલ ટ્રકમાંથી વિદેશી શરાબની નાની મોટી બોટલ નંગ ૪૩૦૮ કિંમત રૂપિયા ૬,૪૩,૨૦૦ તથા બીયર ટીન નંગ ૫૭૬ કિંમત રૂપિયા ૫૭,૬૦૦ મળી ટ્રક સહિત કુલ ૧૧,૦૯,૦૦૦ ના મુદ્દામાલ સાથે બે આરોપી (૧) દિપક સિંગ ચંદ્ર સિંગ શોન રાજપૂત રહે. થાણે મહારાષ્ટ્ર તેમજ (૨) કરણ સંજય યાદવ રહે. ગોરખપુર ઉત્તર પ્રદેશ નાઓને ઝડપી પાડી બને ઈસમો સાથે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

ગોધરા : પ્રભાબ્રિજથી મુનલાઈટ વાવડી બુઝર્ગ રોડની વચ્ચે સ્પીડબ્રેકર મુકવાની જીલ્લા કોંગ્રેસ દ્વારા તંત્રને રજુઆત.

ProudOfGujarat

રાજપારડી : વણાકપોર ગામના ખેડૂતના કૃષ્ણપરી ની સીમમાં આવેલ ખેતરમાં ચોરી બોર પર લગાવેલ રુ.૨૯૦૦૦ ની કિંમત નું હેડ યુનિટ ચોરાયું.

ProudOfGujarat

અંકલેશ્વર : મોડેમોડે જાગૃત બનેલા તંત્રએ આખરે માર્ગો ઉપર પેચિંગ કામગીરી શરૂ કરી, ઠેરઠેર ખાડાથી અત્યારસુધી થઇ હતી જનતા પરેશાન..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!