Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર ખાતેથી બ્રાન્ડેડ કંપનીનું ડુપ્લીકેટ એન્જીન ઓઈલ બનાવતા બે ગોડાઉન ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા.

Share

મળતી માહિતી અનુસાર ભરૂચ ક્રાઇમ બ્રાંચની ટિમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તાર પાસેના સંજાલી ગામે ગ્રીન પ્લાઝા અને લક્ષ્મણ નગર વિસ્તારમાં રોયલ એપાર્ટમેન્ટની દુકાનમાં ગેરકાયદેસર રીતે એન્જીન ઓઇલનું પેકીંગ કરી અલગ અલગ બ્રાન્ડેડ કંપનીના નામે ઓઇલનું પોતાના આર્થિક ફાયદા સારું વેચાણ કરતા બે ઈસમોને ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા હતા.

ઝડપાયેલા ઈસમો લુબ્રિકેન્ટ ઓઇલમાં ડાઈ કલર મિક્ષ કરી સેમી ઓટોમેટિક ઓઇલ ફીલિંગ મશીનથી ડબ્બાઓમાં ફીલિંગ કરી ઇન્ડક્શન સિલિંગ મશીનથી સિલ કરી બહારથી ડબ્બાઓ તથા સ્ટીકર મંગાવી બ્રાન્ડેડ કંપનીનું ડુપ્લીકેટ ઓઇલ બનાવી પેકીંગ કરતા બે ગોડાઉન તથા (૧) ફૈઝાન મોહંમદ ઉંમર ખત્રી રહે, ઝમઝમ ૨ મકાન નં. ૩૦૨ સ્ટેશન રોડ અંકલેશ્વર તેમજ (૨) હામીર યુસુફ શેખ રહે. ૧૩ ગુલનાર સોસાયટી અંકલેશ્વર નાઓને ઝડપી પાડી તેઓ પાસેથી કુલ ૭,૨૮,૭૫૨ નો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744

Advertisement

Share

Related posts

વલસાડના જૂજવાની ઔરંગા નદીમાંથી કૈટફિશ નામની દુર્લભ માછલી મળી.

ProudOfGujarat

વિરમગામ સહિત અમદાવાદ જિલ્લામાં કીટનાશક ટ્રીટમેન્ટ કરાવેલી મચ્છરદાનીનું સગર્ભા માતાઓને વિતરણ કરાયુ

ProudOfGujarat

ભારે વરસાદને પગલે ઉમરગામ તાલુકામાં તારાજીનો તાગ મેળવવા સાગરકાંઠાના ગામોની મુલાકાત લેતા આદિજાતિ રાજ્‍ય મંત્રી રમણલાલ પાટકર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!