Proud of Gujarat
INDIAFeaturedGujarat

અંકલેશ્વરનાં દિવા રોડ પર સ્કૂલ રીક્ષા પલટી જતા અકસ્માત, બે વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત.

Share

ભરૂચ જિલ્લામાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, તેવામાં અંકલેશ્વર ખાતે આજે સવારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી હતી. આ ઘટના અંકલેશ્વરના દિવા રોડ વિસ્તારમાં સર્જાઈ હતી, જે બાદ આસપાસ ઉપસ્થિત લોકોમાં પણ ભારે નાશ ભાગ મચી હતી.

અંકલેશ્વરના દિવા રોડ વિસ્તારમાં આજે સવારે એક સ્કૂલ રીક્ષાને અકસ્માત નડ્યો હતો, જેમાં બે જેટલા વિદ્યાર્થીઓને નાની મોટી ઇજાઓ થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે, જે બાદ ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Advertisement

અંકલેશ્વરની ખાનગી સ્કૂલના બાળકોને લાવવા અને મૂકી જતા સ્કૂલ રિક્ષાના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. બેકાબુ બનેલ રીક્ષા રોડની બાજુના ખાડામાં પલ્ટી ખાતા રીક્ષામાં સવાર વિદ્યાર્થીઓના જીવ એક સમયે ટાળવે ચોટયા હતા. અકસ્માતની ઘટના બાદ આસપાસ ઉપસ્થિત લોકો સ્થળ પર દોડી ગયા હતા અને અકસ્માતમાં ઘાયલ વિદ્યાર્થીઓને સારવાર અર્થે ખસેડી મામલે અંકલેશ્વર પોલીસને જાણ કરવાની તજવીજ હાથધરી હતી.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

લખતર ખાતે આજે જળજિલણી અગિયારસ નિમિતે ત્રણ મંદિર ના ઠાકોરજી જલ જીલવા નીકળ્યા

ProudOfGujarat

વિશાખા બા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વાગરામાં ક્ષયના દર્દીઓને પોષણ કીટ વિતરણ કરાઇ.

ProudOfGujarat

ઉમરપાડામાં યુવા સંગઠનને દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયાના PSI રતિલાલ વસાવાને સસ્પેન્ડ કરવા મુદ્દે વિરોધ પ્રદર્શિત કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!