Proud of Gujarat
GujaratFeaturedINDIA

સેકન્ડોમાં ચોરી – અંકલેશ્વર જીઆઇડીસી ખાતે આવેલ નાલંદા સ્કૂલ પાસે ઇકો ગાડીની ચોરી, એક અજાણ્યો ઈસમ ગાડી ચોરી કરી ફરાર.

Share

ભરૂચ જિલ્લામાં ખાસ કરી અંકલેશ્વર પંથકમાં તસ્કરોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, પોલીસ વિભાગ એક ચોરીની ઘટનાનો ભેદ ઉકેલે એટલામાં તો બીજી ઘટના પ્રકાશમાં આવતી હોય તેવી સ્થિતિનું સર્જન છેલ્લા કેટલાક સમયથી બની રહી છે, તેવામાં વધુ એક ચોરીની ઘટના જીઆઇડીસી વિસ્તારમાંથી સામે આવી છે.

અંકલેશ્વરના જીઆઇડીસી વિસ્તારમાં આવેલ નાલંદા સ્કૂલ પાસે પાર્ક કરવામાં આવેલ એક ઇકો કારની ગણતરીની સેકન્ડોમાં કોઈ અજાણ્યો તસ્કર કારનો લોક ખોલી તેને લઇ ફરાર થયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં કાર ચોરી લઈ જતો ઈસમની બિન્દાસ કરતૂતો નજીકમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી.

Advertisement

હાલ સમગ્ર ઘટના ત્યાં લગાવેલ સીસીટીવી ફૂટેજમાં કેદ થતા જીઆઇડીસી પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી અજાણ્યાં ચોર ઈસમને પકડવાની તજવીજ હાથ ધરી છે. મહત્વની બાબત છે કે પોલીસ વિભાગ દ્વારા જીઆઇડીસી વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગ વધારી અજાણ્યા ઇસમોને રોકી તેઓની કડકાઇથી પૂછપરછ અથવા શંકાસ્પદ ઇસમોની ગતિવિધિઓ ઉપર વોચ રાખવાની વર્તમાન સમયમાં બની રહેલ ચોરીઓની ઘટનાઓ બાદ તાતી જરુર જણાઈ રહી છે.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

સાવધાન – અહીંયા દીપડા છે, અંકલેશ્વરના અંદાડા માર્ગ પર દીપડાની લટાર, સ્થાનિકોમાં ભય

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકા પંચાયત ખાતે સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે રાજ્યમાં પ્રથમવાર 454 વિધવા સહાય મંજૂરીના સર્ફિંફિકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું

ProudOfGujarat

ગોધરા : તક્ષશિલા પાઠશાળાની વિદ્યાર્થિની વકૃત્વ સ્પર્ધામાં પ્રથમ આવતા સન્માન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!