સુંદર શાળા-પીરામણમા દર માસના બીજા અને ચોથા શનિવારે કરવાની થતી સહભ્યાસિક પ્રવૃતિના ભાગરૂપે નોટીફાઇડ એરીયા ઓથોરીટી, અંકલેશ્વરની ફાયર બ્રિગેડ ટીમના ઓફીસર, પ્રિતેશભાઇ પટેલ તેમજ ગોસ્વામીજી એ શાળાના વિદ્યાર્થીઓને વિવિધ આપતિઓ અને તેનુ વ્યવસ્થાપન કઇ રીતે કરી શકાય તેનું માર્ગદર્શન પૂરૂ પાડયુ હતુ. શાળા સલામતી માટે વિદ્યાર્થીઓને પ્રશ્નોતરી કરવામા આવી, જેના વિદ્યાર્થીઓએ ખુબ જ ઉત્સાહપૂર્વક જવાબ આપ્યા હતા. ફાયર બ્રિગેડના ઓફિસર દ્વારા મોટાભાગની આપતિઓ અને તેના વ્યવસ્થાપન અંગેની માહિતી આપવામા આવી હતી. એબીસી પાવડર ફોમ તેમજ CO2 બોટલ અને તેના ઉપયોગ અંગે પણ માહિતગાર કરવામા આવ્યા હતા. તેમજ આ સિવાય પણ વિવિધ સવલતો વિશેની માહિતી આપવામાં આવી હતી.
માર્ગદર્શક સેમીનારમા શાળા સલામતી માટે વિવિધ ઉપયોગી નંબરોની જાણકારી આપવામા આવી હતી. આગ લાગે ત્યારે તેનુ નિવારણ માટેની મોકડ્રીલ પણ યોજવામાં આવી હતી. જેમા શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. નોટીફાઇડ એરીયા ઓથોરીટીની ફાયર બ્રિગેડ ટીમે ખુબ સરસ માર્ગદર્શન સાથે મોકડ્રીલ કરી વિવિધ આપતિઓ સામે બચવા અંગેની સુંદર માહિતી પુરી પાડી હતી જે બદલ ચીફ ઓફિસર નોટીફાઇડ એરીયા ઓથોરીટીનો શાળાના આચાયૅશ્રી તેમજ શિક્ષક ગણે આભાર વ્યક્ત કર્યો હતો. આમ શાળાના બાળકો, શિક્ષકો માટે આ પ્રવૃતિ ખુબ જ મહત્વની રહી હતી.
અંકલેશ્વરની પ્રાથમિક શાળા પીરામણમાં આપતિ વ્યવસ્થાપન અંગેનો માર્ગદર્શક સેમીનાર અને ફાયર મોકડ્રીલ યોજાઇ.
Advertisement