રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા નારાયણ સેવા સંસ્થાન ઉદયપુરના ઉપક્રમે દિવ્યાંગો માટે કૃત્રિમ અંગોની માપ શિબિર, નિ:શુલ્ક તપાસ, ઓપરેશન માટે તારીખ 25/9/2022 ના રોજ સવારે 8:30 થી 2:30 દરમ્યાન શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર ખાતે યોજાશે. જે અંગેની પત્રકાર પરિષદમાં રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના પ્રમુખ અર્પણ સુરતી, સેક્રેટરી અને દાતા પંકજ સરવાડા, ડો. વિશાલ મોદી, સુરેશ નહાર, ગજેન્દ્ર પટેલ,પ્રણવ બ્રહ્મભટ્ટ સહિત રોટેરિયનો ઉપસ્થિત રહ્યા હતા. આ શિબિરનો લાભ લેવા 150 જેટલા દિવ્યાંગજનોએ નોંધણી કરાવી છે. દિવ્યાંગજનોને જરૂરી તપાસ બાદ ઓપરેશન પણ નિ:શુલ્ક કરવામાં આવશે તથા માપ મુજબ જરૂરિયાતના કૃત્રિમ અંગોનું પણ આરોપણ કરવામાં આવશે. શિબિર માટે જરૂરી આર્થિક સહયોગ મોહનલાલજી સાકરીયા – કલામંદિર જ્વેલર્સ તથા પરમ કેમિકલ્સ પાનોલીના પંકજભાઈ ભરવાડાનો મળ્યો છે.
Advertisement