ભરૂચ જિલ્લામાં દીવસેને દિવસે અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, જિલ્લામાં ખાસ કરી રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગ પર અકસ્માતના બનાવોમાં સતત વધારો નોંધાતો હોય તેમ સામે આવી રહ્યું છે, રાત્રીના સમયે પૂરપાટ અને ગફલતભરી રીતે દોડતા મોટા વાહનોના પગલે કેટલાય લોકોને જિંદગી ગુમાવવાનો વારો આવી રહ્યો છે, તેવી જ વધુ એક ઘટના અંકલેશ્વર, વાલિયા માર્ગ ઉપરથી સામે આવી છે.
અંકલેશ્વર, વાલિયા માર્ગ પર આવેલ કોસમડી ગામ નજીક ગત રાત્રીના સમયે એક લેલન ટ્રક નંબર HR,45,D 8896 ના ચાલકે ટ્રકને પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રસ્તા પરથી પસાર થતા સીડી ડીલક્ષ મો.સા નંબર GJ,16,AH 3118 ના ચાલક સુશાંકસિંગ રાજેશ્વરસિંગ ઉ.વ 32 રહે ગાર્ડન સીટી અંકલેશ્વર નાઓને અડફેટે લઇ તેઓને માથાના તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડતા તેઓનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
અકસ્માતની ઘટના બાદ સ્થળ પર લોક ટોળા ભેગા થતા અંકલેશ્વર જીઆઇડીસી પોલીસને જાણ કરવામાં આવી હતી જે બાદ પોલીસે તાત્કાલિક સ્થળ પર દોડી જઈ મૃતકની લાશનો કબ્જો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માત બાદ સ્થળ પરથી ફરાર થયેલ ટ્રકના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી મામલે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
હારુન પટેલ : ભરુચ
મો. : 99252 22744