અંકલેશ્વર ખાતેની પાનોલી જીઆઇડીસી વિસ્તારમાં થોડા દિવસો અગાઉ ભરૂચ પોલીસની ટીમે ૧૩,૮૨,૫૨,૬૯,૦૩૪ કરોડની કિંમતનો મેફેડ્રોન ડ્રગ્સ બનાવતી કંપનીને ઝડપી પાડી કરોડોનો જથ્થો કબ્જે કરી મોટું ઓપરેશન હાથ ધર્યું હતું. જે ઘટનામાં ફરાર થયેલ અને કંપનીને ડ્રગ્સ બનાવવામાં મદદરૂપ રહેલ મુખ્ય બે આરોપીઓની આખરે ભરૂચ એસ.ઓ.જી પોલીસે ગણતરીના દિવસોમાં જ ધરપકડ કરી છે.
ભરૂચ પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ એસ.ઓ.જી પોલીસના કર્મીઓએ અગાઉની તપાસ દરમિયાન બે આરોપીઓને ઝડપી પાડયા હતા જે બાદ તપાસની પૂછપરછ બાદ અન્ય બે આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસને સફળતા પ્રાપ્ત થઇ છે. ભરૂચ એસ.ઓ.જી પોલીસે (૧)રાજેદ્ર કુમાર ગિરિરાજ કિશોર દીક્ષિત રહે,૨૦૩ મેરેડિયન રેશિડેન્સી,અભિલાષા ટાવર કસક ભરૂચ તેમજ (૨) પ્રેમ પ્રકાશ પારસનાથસિંગ રહે,નોર્થન હાઇટ્સ એસ.વી રોડ દહીંસર ઇસ્ટ મુંબઈ નાઓને મુંબઈ ખાતેથી ટ્રાન્સફર વોરંટ હેઠળ ઝડપી પાડી બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744