Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIA

અંકલેશ્વરમાં એક જ દિવસમાં બે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી લાખો રૂપિયાના મુદ્દામાલ પર હાથફેરો કરી ફરાર.

Share

હાલ અંકલેશ્વર શહેરની અંદર દિન-પ્રતિદિન ચોરીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ફરી એકવાર અંકલેશ્વરમાં ચોરોએ શિયાળાની ઠંડી નો ફાયદો ઉઠાવી અંકલેશ્વરમાં બે અલગ અલગ જગ્યા બંધ મકાનને નિશાન બનાવી લાખો રૂપિયાના મુદ્દામાલ પર હાથફેરો કરી ફરાર થઈ જવા પામ્યા હતા. ત્યારે મળતી માહિતી અનુસાર સામ્રાજ્ય સોસાયટી પાસે આવેલ પ્રણામી બંગલોઝમાં રહેતા નીતિનભાઇ પાટીલ ના ઘરે થી સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયા કુલ મળી લાખો રૃપિયાનો મુદ્દામાલ પર હાથફેરો કરી કોઈ અજાણ્યા ચોર ફરાર થઈ ગયા હતા ત્યારે બીજી તરફ અંકલેશ્વરના ગડખોળ પાટિયા વિસ્તાર પાસે આવેલ વિજય નગર પાસે આવેલ ચંદન કુમાર ના ઘરે પણ બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના દાગીના સહિત રોકડ રૂપિયા ઉપર હાથફેરો કરી અજાણ્યા ચોર ફરાર થઈ ગયા હતા આમ અંકલેશ્વર ની અંદર એક જ દિવસમાં બે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી બે થી ત્રણ લાખ રૂપિયા ઉપરાંત ના મુદ્દામાલ ઉપર હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા ત્યારે હવે જોવાનું રહ્યું કે અંકલેશ્વર શહેર પોલીસ આ તમામ ચોરોને પકડવા માં કામયાબ રહે છે કે પછી નિષ્ફળ તે હવે આવનારો સમય બતાવશે

Advertisement

Share

Related posts

અદાણી દહેજ પોર્ટ ખાતે સ્થાનિક વિદ્યાર્થી અને મહિલાઓ સાથે ફાયર સર્વિસ સપ્તાહની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ગોધરા:વિશ્વ રક્તદાતા દિનની ઉજવણી નિમિતે સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

ભરૂચ-અટાલી ગામેથી 85 હજારથી વધુના કેમિકલના જથ્થા સાથે 1ની ધરપકડ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!