અંકલેશ્વર શહેર ભાજપ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના “સાગરભારતી આયામ સહીતની સંસ્થાઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ અને વિશ્વ સ્તરે “સપ્ટેમ્બર માસના ત્રીજા શનિવારે” ” ઇન્ટરનેશનલ કોસ્ટલ બીચ ક્લિન ડે નિમિતે અંકલેશ્વરના બોરભાઠા ગામ પાસે નર્મદા નદીના કિનારે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં જન્મદિવસ નિમિતે અંકલેશ્વર શહેર ભાજપ અને વિવિધ સંસ્થાઓ અને નાગરિકો દ્વારા નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતા અભિયાનને આદર્શ માની તેમના દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત ભારત માટે કરવામાં આવેલ આહવાનને સફળ બનાવવા અંકલેશ્વર પાસે નર્મદા નદીના કિનારે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ હતું, જેમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને તેના વિવિધ આયામો જેમાં સાગરભારતી અને વન અને પર્યાવરણ ગતિવિધિના સભ્યો જોડાયા હતા. આ પ્રસંગે અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ, નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવા, જિલ્લા ભાજપ મહામંત્રી વિનોદ પટેલ, સમુદ્ર સ્વચ્છતા અભિયાન જિલ્લા સંયોજક ચિરાગ શાહ સહીતના ભાજપના આગેવાનો અને કાર્યકરો તેમજ વિવિધ સંસ્થાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
અંકલેશ્વર નર્મદા કાંઠે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભાજપ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું.
Advertisement