અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય બેરોજગાર દિવસ નિમિતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દર વર્ષે 2 કરોડ યુવાઓને રોજગાર આપવાનો લોલીપોપ આપ્યું હતું જેના અનુસંધાને આજરોજ અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ ખાતે યુવા કોંગ્રેસ દ્વારા લોલીપોપ આપી વિરોધ પ્રદર્શન કરાયું.
યુવા પ્રમુખ શરીફ ભાઈ કાનુગાના જણાવ્યા અનુસાર એક આરટીઆઇ ની માહિતી મુજબ 2014 થી લઈને 2022 સુધી 8 વર્ષની આ મોદી સરકારના રાજમાં અંદાજે 22 કરોડની લોકોની આસપાસની અરજીઓ આવી છે ફક્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વાયદા પ્રમાણે જ વાત કરીએ તો 8 વર્ષમાં 16 કરોડ લોકોને રોજગાર મળવો જોઈએ એની જગ્યાએ ફક્ત 7 લાખ 22 હાજર લોકોને રોજગાર મળ્યો છે, યુવાનોને રોજગાર આપવાના નામે અપાયેલ લોલીપોપ કારણે આજરોજ યુવા કોંગ્રેસ દ્વારા ત્રણ રસ્તા ખાતે રાહદારીઓ અને યુવાનોને લોલીપોપ આપી વિરોધ કરીએ છીએ અને તાત્કાલિક એક કરોડ જેટલી સરકારી જગ્યાઓ ખાલી પડી છે એની ભરતી કરી યુવાનોને રોજગાર આપવું જોઈએ, આ પ્રસંગે અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસના પ્રમુખ શરીફ કાનુગા, જિલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રી વસીમ ફડવાલા, શહેર પ્રમુખ જગતસિંહ વાસાદિયા, સ્પંદન પટેલ, પ્રતીક કાયસ્થ, ઈમ્તિયાઝ બાણવા, મુકેશ વસાવા, હુમૈદ સૈયેદ, સુનિલ વસાવા, ઉત્તમ પરમાર, વિનય પટેલ, હરીશ વસાવા, અશરફ દીવાન, હેમંત પટેલ, નદીમ મિર્ઝા, સીમા બેન વસાવા, મમતા બેન વસાવા, વિનય વસાવા, યુસુફ રીઝવી વિગેરે આગેવાનો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસ દ્વારા બેરોજગાર દિવસ નિમિતે અનોખો વિરોધ કર્યો.
Advertisement