Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગણીઓ સ્વીકારો નહિ તો પરિવાર સાથે સરકાર વિરુદ્ધ મતદાન કરીશું, અંકલેશ્વર તાલુકા સેવા સદનના આઉટ સોસિંગ કર્મચારીઓની ચીમકી.

Share

ગુજરાતમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતી જાય છે તેમ તેમ રાજ્ય સરકાર સામે વિવિધ પડતર પ્રશ્નોને લઇ અલગ અલગ વિભાગના કર્મચારીઓએ જાણે કે છેલ્લા કેટલાક સમયથી આંદોલનનું વાવઝોડું ફૂંકયું હોય તેવી સ્થિતિનું સર્જન થયું છે, એક સાંધેને તેર તૂટે તેવી બાબતો આજ કાલ રાજ્ય સરકાર સમક્ષ આવી ઉભી છે.

તેવામાં આજરોજ અંકલેશ્વર તાલુકા સેવાસદન કચેરી ખાતે ફરજ બજાવતા આઉટસોસિંગ ઓપરેટર, ડ્રાઇવર સ્ત્રીઓ તેમજ પટાવાળા એક સાથે મળી કુલ ૩૫ કર્મચારીઓએ અચોક્કસ મુદતની હડતાળ ઉપર જવાનું નક્કી કરી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.

Advertisement

આઉટ સોસિંગ કર્મચારીઓની વિવિધ માંગણી જેવી કે સમાન કામ સમાન વેતન સરકારી કર્મચારીઓ સુધીને મળતા મેડિકલ કવર એલટીસી જેવા સરકારના વિવિધ લાભો તમામ આઉટસોર્સિંગથી ફરજ બજાવતા કર્મચારીઓને પણ મળે તેવી માંગ સાથે આજે કર્મચારીઓએ ભેગા થઇ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી, સાથે જ તેઓની માંગણીઓ વહેલી તકે નહિ સંતોષવા આવે તો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી જઈ તેઓ તથા તેઓના પરિવારજનો સરકાર વિરુદ્ધ મતદાન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

ઉમરપાડાના દશ ગામોમાં વિકાસ કામોનું ખાતમુર્હુત લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

અંકલેશ્વરના મીરાનગરના રહેવાસીઓએ જનહિતમાં બૌડાને કરેલ રજુઆત.જાણો શું ?

ProudOfGujarat

અરવલ્લી જીલ્લા LCB એ પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનાલયમાંથી ગેસની બોટલ ચોરી કરતી બિલ્લા ગેંગના 5 ને દબોચ્યા, 16 બોટલ જપ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!