Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર GIDC માં આવેલ ક્રિષ્ણા એન્ટરપ્રાઇઝ કંપનીમાં મોડી રાતે લાગી આગ, સદનસીબે કોઇ જાનહાની નહિ.

Share

ભરૂચ જિલ્લામાં આવેલ ઔધોગિક એકમોમાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ સર્જાતી હોય છે, ખાસ કરી દહેજ, અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ખાનગી કંપનીઓમાં છાશવારે આગ લાગવાની ઘટનાઓ બનતી આવી છે. તેવામાં મોડી રાત્રીના સમયે અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં વધુ એકવાર આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવતા ભારે દોડધામ મચી હતી.

અંકલેશ્વરના જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ક્રિષ્ણા એન્ટરપ્રાઇઝ કંપનીમાં મોડી રાત્રીના સમયે અચાનક આગ ભભૂકી ઉઠતા ભારે દોડધામ મચી હતી, જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સુરક્ષા વ્યવસ્થાના ભાગ રૂપે ઉપસ્થિત કામદારો સહિતના લોકો સલામત સ્થળે ખસી ગયા હતા, ભયાનક સ્વરૂપ ધારણ કરેલ આગે નજીકની અન્ય એક કંપનીને પણ તેની જ્વાળા થકી લપેટમાં લીધી હતી.

Advertisement

ઘટના અંગેની જાણ અંકલેશ્વર ડી.પી.એમ.સી ના ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયર વિભાગના ૫ થી વધુ લાય બંબાઓએ સ્થળ પર પહોંચી જઈ આગ પર પાણીનો મારો ચલાવી તેને ભારે જહેમત બાદ કાબુમાં લેતા ઉપસ્થિત લોકો સહિત કંપની સત્તાધીશોએ રાહતનો શ્વાસ લીધો હતો, ક્રિષ્ના એન્ટરપ્રાઇઝમાં આગ ક્યાં કારણસર લાગી હતી તે બાબત હજુ સુધી સ્પષ્ટ થઇ નથી, જોકે ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી, તેમજ આગ લાગવાની ઘટનામાં કંપનીને મોટા પ્રમાણમાં નુકશાની થઇ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

કરજણ તાલુકાનાં ધાવટ ગામમાં બાગાયત ખાતા દ્વારા મહિલાઓને સ્વરોજગારલક્ષી તાલીમ આપી આત્મનિર્ભર બનાવવા પ્રયાસ.

ProudOfGujarat

કરજણમાં લારી ગલ્લા ધારકોના સમર્થનમાં મૂળ નિવાસી એકતા મંચ દ્વારા મામલતદારને આવેદન પાઠવી કરી રજૂઆત.

ProudOfGujarat

સુરત: પોલીસની દાદાગીરી : નાના વરાછામાં લારીવાળાને જવા દેવાની વિનંતી કરનાર વેપારીને કાપોદ્રા પોલીસે ઢોર માર માર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!