મા શારદાભવન હોલ અંકલેશ્વર ખાતે પ્રાંત કક્ષાનો “વિશ્વાસ થી વિકાસ” યાત્રાનો કાર્યક્રમ ધારાસભ્યશ્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે, ધારાસભ્યશ્રી ઈશ્વરસિંહ પટેલે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીના કાર્યકાળને એક વર્ષ પૂર્ણ થવા પર વિશ્વાસથી વિકાસ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. જે અનુસંધાને અંકલેશ્વર પ્રાંતમાં રૂ. 145.81 લાખના ખાતમુહૂર્તના કર્યો તથા રૂ. 49.22 લાખના ખર્ચના પ્રજાલક્ષી કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ધારાસભ્ય એ રાજ્ય સરકારની આગેવાનીમાં થયેલા વિકાસના કામોની ઝાંખી કરાવી હતી. આ વિકાસ અંર્તગત જ અંકલેશ્વર અને ભરૂચની ટ્રાફિકની સમસ્યાને જાકારો આપવા રેલ્વે બ્રિજ અને નર્મદામૈયા બ્રિજનો ફાળો અગત્યનો રહ્યો છે. તે સાથે જ નર્મદા નદીનું વહી જતુ મીઠુ પાણી અને દરિયાનું ખારું પાણી નદીમાં આવતું અટકાવવા અંદાજીત રૂ.5400 કરોડના ખર્ચ બની રહેલી ભાડભૂત બેરેજ યોજના ભરૂચ અને અંકલેશ્વરને નવો આયામ આપશે. અંકલેશ્વર હાંસોટ તાલુકાના પ્રાંત કક્ષાનો વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ અને અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે અંકલેશ્વર-હાંસોટ તાલુકાના વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું. તે ઉપરાંત મહિલાઓ પગભર થાય અને આત્મનિર્ભર બને તે હેતુથી સખી મંડળોને મહાનુભાવોના હસ્તે ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ અને રેશન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે, ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પનાબેન પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ અરવિંદ પટેલ, હાંસોટ તાલુકા પંચાયતના પ્રમુખ ગેમલ સિંહ પટેલ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ભારત પટેલ, પ્રાંત અધિકારી નૈતિકાબેન પટેલ, મામલતદાર કરણસિંહ રાજપૂત, હાંસોટ મામલતદાર હાર્દિક બેલડીયા તેમજ નગર પાલિકાના પ્રમુખ વિનય વસાવા સહીતના આગેવાનો તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અંકલેશ્વર તાલુકા કક્ષાએ રૂ. 24.50 લાખના લોકાપર્ણ, 118.32 લાખના ખાર્તમુહૂતના કામો જ્યારે 24.72 લાખના લોકાર્પણ અને 27.49 લાખના કામો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આમ, જે અનુસંધાને અંકલેશ્વર પ્રાંતમાં રૂ. 145.81 લાખના ખાતમુહૂર્તના કાર્યો તથા રૂ. 49.22 લાખના ખર્ચના પ્રજાલક્ષી કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર મા શારદાભવન હોલ ખાતે પ્રાંત કક્ષાનો “વિશ્વાસ થી વિકાસ” યાત્રાનો કાર્યક્રમ યોજાયો.
Advertisement