Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : ગામડાંઓ સુધી બેંકિંગ સેવાઓ પહોંચાડવા માટે એચડીએફસી બેંકે ગુજરાતમાં તેની અત્યાધુનિક ‘બેંક ઑન વ્હિલ્સ’ વાનનું અનાવરણ કર્યું.

Share

આ પહેલ અંતર્ગત અંકલેશ્વરની આસપાસના વિસ્તારમાં બેંકિંગ સેવાઓથી વંચિત હોય તેવા સ્થળોએ આ સેવાઓ પહોંચાડવા માટેના પાઇલટ પ્રોજેક્ટનો એક હિસ્સો છે. ગ્રાહકો તેના મારફતે 21 બેંકિંગ ઉત્પાદનો તેમજ સેવાઓ પ્રાપ્ત કરી શકશે. આ વાન પ્રત્યેક સ્થળે એક નિર્ધારિત સમયગાળા માટે સંચાલન કરશે અને એક દિવસમાં 3 ગામડાંને આવરી લેશે. આથી વિશેષ, આ વાન અઠવાડિયામાં બે વખત દરેક ગામની મુલાકાત લેશે.

અંકલેશ્વર તાલુકા પંચાયતના કાર્યાલયમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન એચડીએફસી બેંકના સીનિયર એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને નેશનલ રુરલ બેંકિંગ હેડ અનિલ ભવાની તથા બેંકના અન્ય વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં અંકલેશ્વરના તાલુકા વિકાસ અધિકારી ધવલકુમાર આર. પટેલ દ્વારા આ વાનને લીલી ઝંડી બતાવીને રવાના કરવામાં આવી હતી.

Advertisement

આ પ્રસંગે અનિલ ભવાનીએ જણાવ્યું હતું કે, બેંક ઑન વ્હિલ્સ વાનની શરૂઆત કરીને અંતરિયાળ વિસ્તારોમાં બેંકિંગ સેવાઓની સુલભતાને સુધારવા માટે વિવિધ પગલાં લઈ રહ્યાં છીએ. અર્ધ-શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વસતાં લોકોને સેવા પૂરી પાડવાની અસીમ તકો રહેલી છે. બેંકના સ્ટાફ દ્વારા જ સંચાલિત આ વાન એચડીએફસી બેંકની શાખા દ્વારા પૂરી પાડવામાં આવતી હોય તેવી લગભગ બધી જ સેવાઓ પૂરી પાડે છે, જેમાં એટીએમ, કૅશ ડીપોઝિટ મશીન અને ગ્રામ્ય બેંકિંગના ગ્રાહકો માટે કસ્ટમાઇઝ કરવામાં આવેલ એક્સક્લુસિવ પ્રોડક્ટ રેન્જનો સમાવેશ થાય છે.’


Share

Related posts

વડોદરા : પાદરાનાં ખેડૂતોને મંજૂર થયેલ વળતર ન ચૂકવાતા કલેકટરને આવેદન પાઠવ્યું.

ProudOfGujarat

ભરૂચ : પત્રકાર દિનેશ અડવાણી પર અજાણ્યા ઇસમો દ્વારા જીવલેણ હુમલો થતાં કોંગી આગેવાનો સી ડિવિઝનની મુલાકાતે.

ProudOfGujarat

ભરૂચના સરદાર બ્રિજ ઉપર થી નર્મદા નદીમાં પતિઃપત્નીએ કૂદકો માર્યો હતો..જેમાં પત્ની નો બચાવ થયો હતો તેમજ પતિ ની શોધખોળ હાથ ધરાઈ હતી…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!