Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર ભાગ્યોદય સોસાયટી પાસે ફાયરિંગ કરી યુવકના મોતનો મામલો, ઘટનામાં સામેલ વધુ બે આરોપી ઝડપાયા.

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શહેરના સ્ટેશન વિસ્તાર નજીક આવેલ ભાગ્યોદય સોસાયટી નજીક ગત તારીખ ૦૩/૦૮/૨૦૨૨ ના રોજ સદાક્ત એહમદ ઉર્ફે મુસા અહેમદ વાડીવાલા સવારમાં દસેક વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી નીકળી રાત્રીના ૧૧:૩૦ કલાક દરમિયાન તેમની જયુપીટર ટુ વ્હીલ પર પરત આવતા હતા ત્યારે ભાગ્યોદય સોસાયટી પાસે કોઈ અજાણ્યા ઈસમોએ ફાયરિંગ કરી તેઓને ઇજાઓ પહોંચાડતા તેઓને સારવાર અર્થે નજીકની સરદાર પટેલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા જે બાદ તેઓનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

ઘટનાની ગંભીરતાને સમજી ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસ વિભાગની વિવિધ ટિમો તપાસ માં જોતરાઈ હતી જેના ગણતરીના દિવસોમાં પોલીસે મહમદ અઝહર ઉર્ફે ભગવાન રિયાઝ શેખ રહે.કમલપાર્ક સોસાયટી અંકલેશ્વર નાની ધરપકડ કરવામાં આવી હતી, જે બાદ પોલીસે અઝહરની પૂછપરછ કરતા ઘટનામાં સામેલ અન્ય સાગરિતો મામલે અઝહરે પોલીસને કઇ પણ જણાવ્યું ન હતું, ત્યારબાદ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ મામલે SIT ની રચના કરવામા આવી હતી જે ટિમ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ સર્વેલન્સ તથા સીસીટીવી સર્વેલન્સના આધારે તપાસ કરાઈ હતી.

Advertisement

જેમ બર્ગ મેન ગાડી ઉપર અગાઉ ફાયરીંગમાં પકડાયેલ અઝહરની મુખ્ય ભૂમિકા જણાઈ હતી અને તેની સાથે ગાડી ઉપર મોહંમદ હુસેન મોહમ્મદ યુસુફ ઈબ્રાહીમ જમરૂ શેખ નાઓ ગાડી ચલાવનાર તથા બીજો આરોપી મોહંમદ જુનેદ મોહંમદ જાવીદ શેખ પ્લાનિંગ મુજબ અઝહરના કહેવાથી અઝહરની i 10 ગાડી તેમજ તેનો ફોન હાંસોટ બાજુ લઇ ગયેલ જેથી બંને આરોપીઓની આખરે ભરૂચ ક્રાઇમ બ્રાંચ અને અંકલેશ્વર શહેર પોલીસે ધરપકડ કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

મામલે પોલીસ વિભાગ દ્વારા હાલ અઝહર અંકલેશ્વર સબજેલમાં હોય તેને સબજેલમાંથી પરત પોલીસ કસ્ટડીમાં મેળવવાની તજવીજ સાથે i 10 કાર સહિત મોબાઈલ તેમજ અગાઉ કબ્જે કરેલ બર્ગમેન ગાડીનો મુદ્દામાલ કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

ભરૂચ : નારાયણ વિદ્યાલય દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ સ્પર્ધાનું આયોજન કરાયું.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં વહેલી સવારે કોરોનાનાં 19 પોઝીટીવ કેસો નોંધાયા કુલ આંકડો 700 થયો.

ProudOfGujarat

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં નર્સ સ્ટાફની પડતર માંગણીઓ ન સંતોષાતા વિરોધ કરવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!