Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે શિક્ષક દિનની ગુરુવંદના સાથે ઉજવણી કરાઈ.

Share

અંકલેશ્વર ખાતે આવેલી અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં પાંચ સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા ગુરુવંદના સહિતના કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી.

ભારતના રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિનની ઉજવણી વર્ષોથી શિક્ષક દિવસ તરીકે કરવામાં આવે છે કેમ કે તેઓ વ્યવસાયે શિક્ષક હતા. અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે આ દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો ઉપરાંત જાણીતા સમાજસેવી મહિલા અંજુ કાલરા ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ એક વિદ્યાર્થીના જીવનમાં ગુરુનું અર્થાત શિક્ષકનું શું મહત્વ છે એ વિશે વિદ્યાર્થીઓને સમજ આપી હતી અને ગુરુનો આદર જળવાય અને એમનું નામ રોશન થાય એ રીતે સમગ્ર જીવન દરમિયાન કર્મ કરવાની શીખ આપી હતી.

આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી નાઝુ ફડવાલા ઉપરાંત શાળાના આચાર્ય, શિક્ષક ગણ અને વિદ્યાર્થીઓએ ગુરુ વંદના કરી હતી અને આજીવન પોતાના શિક્ષકોની અને ગુરુની શિખને ધ્યાનમાં રાખવાની મનોકામના વ્યક્ત કરી હતી.

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાનાં જીઆઇડીસી વિસ્તારમાં રોકાયેલા પરપ્રાંતિય શ્રમિકોઓની ડી.વાય.એસ.પી. એ મુલાકાત લઈ જરૂરી સુચનો આપવામાં આવ્યા.

ProudOfGujarat

નડિયાદ તાલુકાના પીપળાતા ગામનાં ખેડૂતે પ્રાકૃતિક ખેતી સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું.

ProudOfGujarat

હાલોલમાં આવેલ કરીમકોલોની ખાતે ભંગારના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી :જાનહાનિ ટળી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!