અંકલેશ્વરના લગભગ 200 વર્ષ જુના રાધા વલ્લભ મંદિર ખાતે રાધા અષ્ટમીની પરંપરાગત રીતે ઉજવણી કરાઇ હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
અંકલેશ્વરના પંચાટી બજાર સ્થિત રાધા વલ્લભ મંદિર ખાતે રાધાષ્ટમી નિમિત્તે પ્રતિવર્ષ પરંપરાગત જન્મોત્સવ મનાવવામાં આવે છે. શનિવારે સાતમના દિવસે અંકલેશ્વર હરીદર્શન સોસાયટી ખાતે આવેલ કમાલી બાબાની વાડી ખાતે પાદુકા પૂજન સહિતની ધાર્મિક વિધિ યોજાઈ હતી અને રવિવારે રાધાષ્ટમીના દિવસે વહેલી પરોઢે રાધાજીના જન્મોત્સવની ઉજવણી કેસર સ્નાન સહિતની ધાર્મિક પરંપરા અનુસાર ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે રાધા વલ્લભ મંદિરના જગદીશ લાલજી ગોસ્વામી સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને રાધાજીના જન્મની ઉજવણીમાં ભાગ લઈ કૃતાર્થ થયાની લાગણી અનુભવી હતી.
Advertisement