આજરોજ સવારના સમયે વડોદરા ડિવિઝન પશ્ચિમ રેલવેના અંકલેશ્વર-પાનોલી સેક્શન વચ્ચે કિમી ઓવરહેડ કેબલ તૂટવાથી રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે, અચાનક કેબલ વાયરલ તૂટતા તેની સીધી અસર ટ્રેન વ્યવહાર પર પડી છે, જે બાદ અનેક મુસાફરો અંકલેશ્વર નજીક ટ્રેન અટકાવવામાં આવતા અટવાઇ પડ્યા હતા.
ઓવરહેડ કેબલ તૂટતા ૨ ટ્રેન રદ કરાઈ છે અને ૧ અટકાવવામાં આવી હતી, જેમાં ટ્રેન નંબર 12996 અજમેર-બાંદ્રા ટર્મિનસ SF એક્સપ્રેસ અટકાવવામાં આવી હતી, તેમજ ટ્રેન 09080 (69110) વડોદરા-ભરૂચ મેમુ આજે રદ કરાઇ હતી સાથે સાથે ટ્રેન નંબર 09082 (69198) ભરૂચ-સુરત મેમુને પણ આજે રદ કરવામાં આવી હતી.
ઓવરહેડ કેબલ તૂટ્યા બાદ રેલવેના કર્મચારીઓએ તાત્કાલિક સ્થળ પર પહોંચી મેઈન લાઈન બંધ કરવા સાથે કામગીરી હાથધરી હતી, રેલવેના સૂત્રોનું માનવામાં આવે તો કલાકોની જહેમત બાદ ફરીથી રાબેતા મુજબ ટ્રેન વ્યવહાર ચાલુ કરવામાં આવશે, જોકે હાલમાં કેટલાય મુસાફરો કેબલ તૂટવાની ઘટના બાદ અર્ધ વચ્ચે જ અટવાય જતા અન્ય વાહનોની મદદથી તેઓ પોતાના સ્થળે જવા રવાના થવા મજબુર બન્યા હતા.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744