Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર ખાતેના ફતેહનગર વિસ્તારમાંથી બાઈક ચોરી કરી ચોર ફરાર.

Share

અંકલેશ્વર પંથકમાં દિવસેને દિવસે વધતા જતા ચોરીઓના બનાવોએ જ્યાં એક તરફ પોલીસ વિભાગને દોડતું મુક્યું છે તો બીજી તરફ સતત ચોરીઓની ઘટનાઓને અંજામ આપી તસ્કરોએ પણ પોલીસ વિભાગને પડકાર ફેંક્યો છે, અંકલેશ્વર પોલીસ એક ચોરીની ઘટનાનો ભેદ ઉકેલે તે પહેલાં તો બીજી ચોરીની ઘટના સામે આવતી દેખાઈ રહી છે, છેલ્લા ૧૫ દિવસમાં એક બાદ એક ઉપરા છાપરી ચોરીની ઘટનાઓએ લોકોની ઊંઘ હરામ કરી છે.

અંકલેશ્વર શહેરમાં આવેલ ફતેહનગર વિસ્તારમાં ગતરોજ રાત્રીના સમયે બિન્દાસ અંદાજમાં સોસાયટીમાં લટાર મારી એક ચોર ઇસમે ગણતરીની સેકંન્ડોમાં મકાન બહાર પાર્ક કરેલ બાઇકની ઉઠાંતરી કરી ફરાર થઈ જતા ભારે ખળભળાટ મચ્યો છે, મહત્વની બાબત છે કે બાઇકની ચેન ઉતરી ગઈ હોવા છતા પણ ચોરે બાઇકનાં છોડી હતી અને આખરે ચોરે બાઇકને ધકા મારીને પણ ચોરી કરી બાઇક લઇ જવામાં સફળ થયો હતો.

Advertisement

આ બાઇક ચોરીની સમગ્ર ઘટના ઘરની બહાર લગાવેલ સીસીટીવી કેમેરા કેદ થવા પામી હતી, જે બાદ અંકલેશ્વર શહેર પોલીસને ઘટના અંગેની જાણ થતા શહેર પોલીસે સીસી ટીવી ફૂટેજ મેળવી ધકા મારું ચોરને પકડવાની તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે અંકલેશ્વર પંથકમાં રાત્રીમાં સમયે ચોરીઓના બનાવો વધી રહ્યા છે, ત્યારે પોલીસ વિભાગ દ્વારા પણ પેટ્રોલીંગ વધારવામાં આવે તેવી જાગૃત નાગરીકોમાં માંગ ઉઠવા પામી છે.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

ડભોઈમાં લોક ડાઉનમાં ટી.બી. નાં દર્દીની યોગ્ય માવજત કરાઇ.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં સૌથી ઠંડો દિવસ…..

ProudOfGujarat

રાજપીપળા મામલતદાર કચેરીમાં રૂ. 1000 ની લાંચ લેતા મહિલા તલાટી ઝડપાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!