અંકલેશ્વર શહેરમાં રખડતા ઢોર પકડવાની કામગીરી નગરપાલિકાના પ્રમુખ વિનયભાઈ વસાવા, કારોબારી ચેરમેન સંદીપભાઈ પટેલ, હેલ્થ એન્ડ સેનીટેશન કમિટી ચેરમેન વિશાલ ચૌહાણ અને ચીફ ઓફિસર કે. એમ. કોલડિયા ના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહીડા, ઇન્ચાર્જ સેનેટરી ઇન્સ્પેક્ટરશ્રી જયેશ સોલંકી, સુપરવાઈઝર હાર્દિક પટેલ, ગૌરાંગ ગોહેલ, પ્રકાશ સોલંકી, મનહર વસાવા અને કર્મચારીઓએ આજ રોજ સવારે શહેરમાંથી રખડતા ઢોર પકડવાની કામગીરી સતત હાથ ધરેલ હતી. જે કામગીરી દરમ્યાન શહેર પોલીસ સ્ટાફ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત મોબાઈલ વાન સાથે હાજર રહેલ હતા. જે દરમ્યાન ગાયને ઢોરના પાંજરામાં પકડવામાં આવેલ છે. ત્યાંથી દીવા ગ્રામ પંચાયતના ઢોર ડબ્બા ખાતે તા – ૨૬/૮/૨૦૨૨ ના રોજ બપોર બાદ કુલ – ૩ તેમજ આજે તા – ૨૭/૮/૨૦૨૨ ના રોજ સવારે કુલ – ૫ એમ એકંદરે કુલ – ૮ ગાયોને સલામત રીતે પૂરવામાં આવેલ છે.
આ અગાઉ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા દૈનિક ન્યુઝ પેપરમાં જાહેર સુચના પ્રસિદ્ધ કરીને પશુપાલનનો વ્યવસાય કરતા શહેરના તેમજ આજુબાજુના ગામના પશુપાલન કરતા ઈસમોને જણાવવામાં આવેલ છે કે તમો તમારા પશુઓને શહેરમાં છૂટા છોડવા નહિ. જેથી રખડતા ઢોર મૂકવાથી ટ્રાફિકને અડચણ થાય છે અને અકસ્માત થવાનો પણ સંભવ રહે છે. જો તમારા દ્વારા શહેરમાં ઢોર રખડતા મુકવામાં આવશે તો અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પકડીને ઢોર ડબ્બામાં પૂરવામાં આવશે અને તે પકડેલ પશુ છોડવા અંગેનો પશુ દીઠ વહીવટી ચાર્જ – દંડ વસૂલ કરવામાં આવશે. જેની સખ્ત નોંધ લેવી.
અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોરને પાંજરામાં પકડવાની કામગીરી હાથ ધરાઈ.
Advertisement