Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર : શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ સંચાલિત જે.બી.મોદી કેન્સર સેન્ટર ખાતે આવતીકાલે ફ્રી કેન્સર નિદાન કેમ્પ યોજાશે.

Share

શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ સંચાલિત જે.બી.મોદી કેન્સર સેન્ટર ખાતે તારીખ ૨૭ ઓગસ્ટ, ૨૦૨૨, શનિવારના રોજ રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર, ઇનરવ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર અને મહાવીર ઇન્ટરનેશનલ દ્વારા ફ્રી કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

કેમ્પનો સમય સવારે ૯ થી બપોરે ૧ સુધીનો રાખવામાં આવેલ છે, જેમાં વરિષ્ઠ અને નામાંકિત મેડિકલ ઓન્કોલોજીસ્ટ, ઓન્કો સર્જન, રેડિયેશન ઓન્કોલોજીસ્ટ અને ગાયનેક ઓન્કોલોજીસ્ટ દ્વારા નિઃશુલ્ક કન્સલ્ટેશન અને ચેકઅપ કરવામાં આવશે.

Advertisement

કેન્સરના ભય સૂચક લક્ષણો જેવા કે – સતત બેસી ગયેલો અવાજ, ખોરાક પાણી ગળવામાં પડતી તકલીફ, શરીરના કોઈ પણ ભાગમાં ગાંઠ, લાંબા સમયથી ન રૂઝાતું ચાંદુ, નીપલમાં લોહી નીકળવું અને સ્તન અથવા નીપલના આકારમાં ફેરફાર થવો, યોનિમાંથી પડતું દુર્ગંધવાળું પ્રવાહી, તલ કે મસાના કદમાં અસામાન્ય ફેરફાર ધરાવતાં દર્દીઓ તેમજ વ્યસનવાળી વ્યક્તિઓએ કેમ્પનો ખાસ લાભ લેવાની આયોજકોએ અપીલ કરેલ છે.જે.બી.મોદી કેન્સર સેન્ટરમાં માં અને આયુષ્માન ભારત યોજના કાર્ડધારકો માટે નિઃશુલ્ક સારવાર ઉપલબ્ધ છે.


Share

Related posts

વિશ્વ પ્રાણી દિવસ નિમિત્તે ભરૂચ વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી કરાઈ.

ProudOfGujarat

વાલિયાનાં બાંડાબેડા ગામે ઇકો ગાડી સ્કૂલ પાસે મુકવા મુદ્દે પિતા-પુત્ર ઉપર ત્રણ ઈસમોએ ચપ્પુ વડે હુમલો કરતા પિતાનું મોત.

ProudOfGujarat

ભરૂચની શાળાઓમાં વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ માસ્ક ટેમ્પરેચર માપી શાળામાં પ્રવેશ અપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!