Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં તસ્કરોનો આતંક : બે સ્થળે ચોરીની ઘટનાને અપાયો અંજામ,પોલીસે તપાસ શરૂ કરી.

Share

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં હવે તસ્કરોએ પોલીસને પડકાર ફેંકયો હોય તેવી સ્થિતિનું સતત સર્જન થઈ રહ્યું છે, એક બાદ એક અંકલેશ્વર પંથકમાં ચોરીના બનાવોએ પોલીસ વિભાગને સતત દોડતું મુક્યું છે. એક તરફ કારના કાચ તોડી લાખોની ચિલ ઝડપની ઘટનાઓ હોય કે મકાનોના નકુચા તોડી લાખોની મત્તા પર હાથફેરો કરવા જેવી બાબતોએ આજકાલ લોકોની ઊંઘ હરામ કરી મૂકી છે.

આજરોજ અંકલેશ્વર ખાતે આજે બે જેટલા સ્થળે તસ્કરોએ હાથફેરો કર્યો હોવાનું સામે આવ્યું હતું જેમાં અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ શ્રી અંબિકા સોસાયટીના એક મકાનમાં તસ્કરોએ ત્રાટકી મકાનમાંથી સોના ચાંદીના ઘરેણાં સહિતની રોકડ રકમ ઉપર હાથફેરો કરી પલાયન થઇ જતા સ્થાનિકોમાં ભારે ફફડાટ છવાયો હતો તો બીજી તરફ જીઆઇડીસી વિસ્તારના આદિત્ય નગર ખાતેના પણ એક મકાનમાં તસ્કરોએ ત્રાટકી મકાનમાં હાથફેરો કરી પલાયન થઇ જતા ખળભળાટ મચ્યો છે.

અંકલેશ્વર ખાતે એક સાથે બે સ્થળે મકાનોમાં ચોરીઓની ઘટનાઓ બાદ પોલીસ વિભાગે પણ સ્થળ પર દોડી જઈ મામલે અજાણ્યા તસ્કરોએ સામે ચોરી અંગેનો ગુનો દાખલ કરી મકાનમાંથી કેટલા માલ સામાન અને રોકડની ચોરી થઇ છે તે બાબત અંગે તપાસ શરૂ કરી હતી,આમ એક બાદ એક ચોરીની ઘટનાઓએ અંકલેશ્વર પોલીસને દોડતી મૂકી પડકાર ફેંક્યો હોય તેમ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.

Advertisement

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

ગોધરાના હોતચંદ ધમવાણીએ ૧૨૮ વખત રક્તદાન કરી પોતાના જન્મ દિવસની ઉજવણી કરી

ProudOfGujarat

પંચમહાલ : શેઠ પી.ટી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, ગોધરા દ્વારા ઓનલાઇન ફિનિશિંગ સ્કૂલનો પ્રારંભ.

ProudOfGujarat

તવરા ચાલી રહેલી ભાગવત સપ્તાહમાં આજે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!