Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના ઊછાલી પાસે હનુમાનજી મંદિરના પૂજારી મૃત હાલતમાં મળી આવતા ખળભળાટ.

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના ઊછાલી ગામ પાસેના પેટ્રોલપંપની સામે હનુમાનજી મંદિર નર્મદા કુટિરના મંગલદાસ મહારાજ મંદિર ખાતેના રૂમમાં મૃત હાલતમાં મળી આવતા ભારે ખળભળાટ મચ્યો છે. અચાનક મહારાજના મોત બાદ સ્થળ ઉપર એક સમયે લોકોના ટોળેટોળા જામ્યા હતા.

ઘટના અંગેની જાણ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે કરવામાં આવતા પોલીસના કર્મીઓએ સ્થળ પર પહોંચી મહારાજની લાશનો કબ્જો લઇ તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરી હતી. પ્રાથમિક જાણકારી મુજબ મહારાજને ચક્કર આવ્યા બાદ તેઓ પડી જતા મોત થયા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. જોકે મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ ખબર પડી શકે તેમ છે.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744

Advertisement

Share

Related posts

આજે અયોધ્યા કેસ મામલે ચુકાદો આવવાનો છે ચુકાદાને લઈ સુરત પોલીસ દ્વારા ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

ProudOfGujarat

પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટરની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ.

ProudOfGujarat

Jio માર્કેટમાં લોન્ચ કરશે માત્ર રૂ. 5000 માં સ્માર્ટફોન, જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!